જાન્યુઆરીમાં આ ટીમ ગુજરાતમાં 3 વખત બતાવશે આકાશી કરતબો

સૂર્યકિરણ ઍરોબેટિક ટીમે વિમાનો સાથે લોકોને મંત્રમુગ્ધ કરી દેનારા કરતબ કર્યા, જુઓ વીડિયો

01/23/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

જાન્યુઆરીમાં આ ટીમ ગુજરાતમાં 3 વખત બતાવશે આકાશી કરતબો

Surya Kiran Aerobatic Team performed mesmerizing stunts: વડોદરાના દરજીપુરા ખાતે આવેલા ઍરફોર્સ સ્ટેશનમાં ઇન્ડિયન ઍરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમે હોક MK 132 વિમાનો સાથે એર શૉનું આયોજન કર્યું હતું. ઇન્ડિયન ઍરફોર્સના 9 હોક વિમાનો દ્વારા હવામાં અદ્વભૂત કરતબો કરવામાં આવ્યા હતા. ઍરફોર્સના જવાનોએ અદ્વભુત આકાશી દૃશ્યો સર્જીને લોકોને આ અશ્ચર્યચકિત કરી દીધા હતા. 14 વર્ષ બાદ પહેલી વખત ઍરફોર્સની સૂર્યકિરણ ઍરોબેટિક ટીમે ટ્રાય કલર ડિસ્પ્લે રજૂ કર્યા. તિરંગા કલર થીમ પર એરફોર્ટના MK 132 વિમાનોએ એન્ટ્રી કરી હતી. લોકોએ પણ બૂમો પાડી પોતાનો ઉત્સાહ બતાવ્યો હતો.


વાયુસેનાના ઍર શૉ જોવા લોકોની ભારે ભીડ ઉમટી હતી

વાયુસેનાના ઍર શૉ જોવા લોકોની ભારે ભીડ ઉમટી હતી

ભારતીય વાયુસેનાના ઍર શૉ અગાઉ શહેરના નેશનલ હાઇવે 48 સામે આવેલા પાંજરાપોળ ગ્રાઉન્ડ ખાતે લોકોની ભારે ભીડ ઊમટી પડી હતી. ઍર શૉની શરૂઆત અગાઉ વડોદરાના આજવા-ગોલ્ડન ચોકડી તરફ ટ્રાફિક જામના દૃશ્યો પણ જોવા મળ્યા હતા. બીજી તરફ ઍર શૉ જોવા માટે ગ્રાઉન્ડમાં જગ્યા ન રહેતા લોકો હાઈ-વેની પાસે પણ ઊભા રહી ગયા હતા, જેને લઇ ટ્રાફિક પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ એર શૉ આસપાસના 20 કિલોમીટરમી વિસ્તારમાં જોવા મળ્યો હતો.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)

સૂર્યકિરણ ટીમના પાયલોટોએ પણ લોકોને નિરાશ કર્યા નહોતા. 9 વિમાનોની ટીમે DNA, બાર્બ્ડ વાયર ક્રોસ, આલ્ફા ક્રોસ, ઈન્વર્ટડ વીક, હિડન સ્પ્લિટ જેવા આકાશી કરતબો દર્શાવીને લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. લગભગ 20-25 મિનિટ સુધી ચાલેલા એર શૉને કારણે વડોદરાનું આકાશ વિમાનોના અવાજથી ગાજી ઉઠ્યું હતું.


વાયુસેનાને પ્રમોટ કરવા માટે સૂર્યકિરણ ટીમની સ્થાપના થઈ

વાયુસેનાને પ્રમોટ કરવા માટે સૂર્યકિરણ ટીમની સ્થાપના થઈ

વર્ષ 1996માં વાયુસેનાને પ્રમોટ કરવા માટે સૂર્યકિરણ ટીમની સ્થાપના કરવામાં આવી હતી. તે વાયુસેનાની 52મી સ્ક્વાડ્રનનો આ ટીમ એક ભાગ છે. સૂર્યકિરણ ટીમ કર્ણાટકના બિડર ઍરફોર્સ સ્ટેશનમાં તૈનાત છે. જ્યાં તેના પાયલટ્સ 6 મહિના સુધી ટ્રેનિંગ અને બીજા 6 મહિના અલગ-અલગ શહેરોમાં એર શૉ કરે છે. અત્યાર સુધીમાં સૂર્યકિરણ ટીમ 72 શહેરોમાં 700 કરતા વધુ એર શૉ કરી ચૂકી છે. આ ટીમમાં સામેલ થનાર દરેક પાયલોટ અલગ-અલગ પ્રકારના ફાઈટર જેટ્સ ઉડાવવાનો 1500 કલાક કરતા પણ વધારે અનુભવ ધરાવે છે. ટીમના હાલના લીડર ગ્રુપ કેપ્ટન અજય દશરથી છે. શરુઆતમાં સૂર્યકિરણ ટીમમાં HJT કિરણ નામના ટ્રેનર વિમાનો હતા.

હવે આ ટીમ હોક MK-132 તરીકે ઓળખાતા એડવાન્સ જેટ ટ્રેનરનો ઉપયોગ કરે છે. આજે પણ આ ટીમે એવરેજ 250-800 કિલોમીટરની ઝડપે વિવિધ પ્રકારના આકાશી કરતબો કર્યા હતા. સૂર્ય કિરણ - સ્વદેશી વિમાન જે ફક્ત 60 સેકન્ડમાં આકાશમાં પહોંચે છે, તેની ટીમમાં 17 સભ્યો છે. 26મી જાન્યુઆરીએ ભુજમાં, 29મીએ નલિયામાં અને 31 જાન્યુંઆરીથી 1 ફેબ્રુઆરી 2025 દરમિયાન ભુજમાં એક શૉ યોજાવાનો છે. જ્યાં તેઓ શૉ દરમિયાન લોકપ્રિય DNA દાવપેચ પણ રજૂ કરશે, જેમાં 5 વિમાન આકાશમાં DNA જેવું હેલિક્સ માળખું બનાવશે. ગુજરાતનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ, સૂર્ય કિરણ ટીમના સભ્યોએ વિવિધ રાજ્યોમાં પોતાનું કૌશલ્ય દર્શાવ્યું છે. તમે આખા વર્ષ દરમિયાન દેશ અને વિદેશમાં ભારતીય વાયુસેનાનું પ્રતિનિધિત્વ કરીને તેનું ગૌરવ વધારશો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top