જાપાનના રેન્કોજી મંદિરમાં નેતાજીના અવશેષો કેમ છે? સુભાષ ચંદ્ર બોઝની પુત્રીએ PM મોદીને કરી ખાસ અપીલ
Netaji Subhash Chandra Bose Jayanti: દેશ આજે (23 જાન્યુઆરી) ભારતીય સ્વતંત્રતા સંગ્રામના નાયક નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ ઉજવી રહ્યો છે. આ દરમિયાન, નેતાજી સુભાષ ચંદ્રની પુત્રી અનિતા બોઝ ફાફે કેન્દ્ર સરકારને તેમના પિતાના અવશેષો જાપાનના ટોક્યોથી ભારત લાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે દાયકાઓથી દેશની સરકાર તેમના અવશેષો પાછા લાવવામાં ખચકાટ અનુભવતી હતી અથવા ઇનકાર કરતી હતી. નેતાજીની અસ્થિ છેલ્લા 8 દાયકાથી ટોક્યોના રેન્કોજી મંદિરમાં રાખવામાં આવી છે. તેમણે એક પ્રેસ રીલિઝ દ્વારા આ વાત કહી છે.
2016માં નરેન્દ્ર મોદી સરકારે જાહેર કરેલા દસ્તાવેજો અનુસાર, અગાઉની સરકારો માનતી હતી કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું મૃત્યુ ઑગસ્ટ 1945માં હવાઇ દુર્ઘટનામાં થયું હતું, પરંતુ જાહેર પ્રતિક્રિયાના ડરથી આ મૂલ્યાંકન ક્યારેય જાહેર કરવામાં આવ્યું નહોતું.
તત્કાલીન વડાપ્રધાન પી.વી. નરસિંહ રાવે નેતાજીને મરણોત્તર ભારત રત્ન આપવાનો નિર્ણય લીધો હતો, પરંતુ દબાણને કારણે તેમણે આ નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો. ભારત રત્ન ન આપવાનું કારણ એ હતું કે જો સરકાર આમ કરશે તો પુષ્ટિ થઇ જશે કે નેતાજીનું ખરેખર મૃત્યુ થયું છે.
Today, on Parakram Diwas, I pay homage to Netaji Subhas Chandra Bose. His contribution to India’s freedom movement is unparalleled. He epitomised courage and grit. His vision continues to motivate us as we work towards building the India he envisioned. pic.twitter.com/HrXmyrgHvH — Narendra Modi (@narendramodi) January 23, 2025
Today, on Parakram Diwas, I pay homage to Netaji Subhas Chandra Bose. His contribution to India’s freedom movement is unparalleled. He epitomised courage and grit. His vision continues to motivate us as we work towards building the India he envisioned. pic.twitter.com/HrXmyrgHvH
નેતાજીની પુત્રીએ વધુમાં કહ્યું કે દાયકાઓ સુધી મોટાભાગની ભારતીય સરકારો તેમના શરીરને ઘરે પરત લાવવામાં ખચકાટ અનુભવતી હતી અથવા ઇનકાર કરતી હતી. એક સમયે, રેન્કોજી મંદિરના પૂજારીઓ અને જાપાની સરકાર તેમના અવશેષોને તેમના વતન પરત મોકલવા માટે તૈયાર, ઇચ્છુક અને ઉત્સુક હતી. આપણે સ્વીકારવું પડશે કે તે દિવસે વિમાન તાઇવાનના તાઇપેઇમાં ઉડાણ ભરતી વખતા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થઇ ગયું."
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજીની જયંતી પર તેમને શ્રદ્ધાંજલિ આપી. તેમણે સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપતા હિંમત અને ધૈર્યના પ્રતીક તરીકે ગણાવ્યા.
Paid homage to Netaji Subhas Chandra Bose. Don’t miss the special interaction with my young friends! pic.twitter.com/M6Fg3Npp1r — Narendra Modi (@narendramodi) January 23, 2025
Paid homage to Netaji Subhas Chandra Bose. Don’t miss the special interaction with my young friends! pic.twitter.com/M6Fg3Npp1r
તો, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નેતાજીના સૂત્ર 'તુમ હંમે ખુન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન આ સૂત્ર દેશના લોકો માટે એક મંત્ર બની ગયું હતું.
भारत की आजादी के लिए 'नेताजी' के द्वारा किया गया आह्वान- 'तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा' पूरे देश के लिए एक मंत्र बन गया था... pic.twitter.com/Jey1fXJuzF — Yogi Adityanath (@myogiadityanath) January 23, 2025
भारत की आजादी के लिए 'नेताजी' के द्वारा किया गया आह्वान- 'तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा' पूरे देश के लिए एक मंत्र बन गया था... pic.twitter.com/Jey1fXJuzF
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp