રાહુલ ગાંધીના જીવને જોખમવાળા દાવા પર નવો વણાંક, વકીલે કહી આ વાત

રાહુલ ગાંધીના જીવને જોખમવાળા દાવા પર નવો વણાંક, વકીલે કહી આ વાત

08/14/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

રાહુલ ગાંધીના જીવને જોખમવાળા દાવા પર નવો વણાંક, વકીલે કહી આ વાત

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના વકીલે પુણે કોર્ટમાં અરજી દાખલ કર્યાના થોડા કલાકો બાદ જ યુ-ટર્ન લઇ લીધું કે તેમણે રાહુલ ગાંધીની સલાહ લીધા વિના અરજી દાખલ કરી હતી. તેમણે કહ્યું કે તેમણે રાહુલ ગાંધીની સલાહ લીધા વિના અરજી દાખલ કરી હતી. વકીલના જણાવ્યા મુજબ, રાહુલ ગાંધીએ અરજી સાથે સખત અસહમતિ વ્યક્ત કરી છે. વકીલે કોર્ટમાં દાખલ કરેલી અરજી પાછી ખેંચી લીઘી છે.


પુણેની કોર્ટમાં કરાયો હતો આ દાવો

પુણેની કોર્ટમાં કરાયો હતો આ દાવો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણેની કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ અરજી સાવરકર પરની તેમની ટિપ્પણી સાથે જોડાયેલા માનહાનિના કેસમાં દાખલ કરવામાં આવી છે. મહાત્મા ગાંધીની હત્યાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે ઇતિહાસને ફરીથી પુનરાવર્તિત થવા દેવો ન જોઈએ.’

રાહુલ ગાંધીની અરજીમાં દાવો કરાયો હતો કે, ‘તેમણે તાજેતરમાં જે રાજકીય મુદ્દાઓ ઉઠાવ્યા છે અને અગાઉ તેમણે સાવરકર જે ટિપ્પણી કરી હતી, જેના કારણે સુરક્ષાનું જોખમ વધી ગયું છે. આ કેસમાં ફરિયાદી નાથુરામ ગોડસેનો સીધો વંશજ છે. ફરિયાદીના પરિવારનો હિંસા અને ગેરબંધારણીય ગતિવિધિઓ સાથે જોડાયેલો દસ્તાવેજીકૃત ઇતિહાસ છે.

અરજીમાં કહ્યું હતું કે તે સ્પષ્ટ, તાર્કિક અને નક્કર આશંકા છે કે મને નુકસાન પહોંચાડી શકાય છે, મને ખોટા કેસોમાં ફસાવી શકાય છે અથવા અન્ય રીતે નિશાન બનાવી શકાય છે. ફરિયાદીના પરિવારનો હિંસા સાથે જોડાયેલો ઇતિહાસ છે. ઇતિહાસને ફરીથી પુનરાવર્તિત થવા દેવો ન જોઈએ. આ નિવેદન તેમણે મહાત્મા ગાંધીની હત્યાના સંદર્ભમાં આપ્યું હતું.

રાહુલ ગાંધીની એમ પણ કહ્યું હતું કે, ‘વોટ ચોરી'ના આરોપોએ તેમના રાજકીય વિરોધીઓને ભડાકાવી દીધા છે. તેમણે દાવો કર્યો હતો કે તેમને ભાજપ તરફથી 2 સાર્વજનિક ધમકીઓ મળી ચૂકી છે. આમાં કેન્દ્રીય મંત્રી રવિનિત સિંહ બિટ્ટુએ તેમને ‘દેશનો નંબર વન આતંકવાદી’ કહ્યા હતા. તો, ભાજપના નેતા તરવિંદર સિંહ મારવાહે પણ ધમકી આપી હતી. રાહુલ ગાંધીએ કોર્ટને આગ્રહ કર્યો કે તેમની સુરક્ષા માટે આ ધમકીઓને ગંભીરતાથી લેવામાં આવે કારણ કે તેમના જીવ માટેનું જોખમ વાસ્તવિક અને ગંભીર છે.


આ પગલું પૂરી રીતે અપ્રાસંગિક: સાત્યકી સાવરકર

આ પગલું પૂરી રીતે અપ્રાસંગિક: સાત્યકી સાવરકર

તો, સાવરકરના પૌત્ર સાત્યકી સાવરકરે કહ્યું કે આ અરજી ઘણા સમય અગાઉ દાખલ કરવામાં આવી હતી, પરંતુ જાણીજોઇને તેમના (રાહુલ) દ્વારા આ મામલામા વિલંબ કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીનું આ પગલું પૂરી રીતે અપ્રાસંગિક છે. કોર્ટ અગાઉ જ સ્પષ્ટ કરી ચૂકી છે કે કેસની સુનાવણી માટે રાહુલ ગાંધીની વ્યક્તિગત હાજરી જરૂરી નથી, તેમ છતા તેઓ કાર્યવાહીમાં વિલંબ કરી રહ્યા છે. તેમની અરજી કોઈપણ રીતે કેસ સાથે જોડાયેલી નથી અને તેનું કોઈ વાજબી કારણ નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top