કોર્ટે NEETની વિદ્યાર્થિની આયુષી પટેલની અરજી ફગાવી, જાણો NTA પર શું લગાવ્યા હતા આરોપ
લખનૌની NEETની વિદ્યાર્થિની આયુષી પટેલે NTA વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી દાખલ ક હતી. સુનાવણી દરમિયાન વિદ્યાર્થિનીની અરજીને ફગાવી દીધી છે. NTA દ્વારા દાખલ કરવામાં આવેલા દસ્તાવેજોને જોયા બાદ હાઇકોર્ટે જાણ્યું કે, આયુષી પટેલે ખોટા દસ્તાવેજના આધાર પર અરજી દાખલ કરી હતી. વિદ્યાર્થિની તરફથી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, NTAએ તેને ફાટેલી OMR સીટ મોકલી હતી અને તેનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું નહોતું. સુનાવણી દરમિયાન કોર્ટે NTAને બધા ડોક્યૂમેન્ટ જમા કરવા કહ્યું હતું. જ્યારે NTA તરફથી કોર્ટમાં ઓરિજિનલ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા તો કોર્ટે પિટિશન ફગાવી દીધી. હકીકતમાં આયુષી પટેલના NEETમાં 720માંથી 355 માર્ક્સ આવ્યા છે.
લખનૌની રહેવાસી આયુષી પટેલનું કહેવું હતું કે પહેલા NTAએ તેનું પરિણામ રોકી લીધું હતું. પછી જ્યારે તેણે ઈ-મેલ કર્યું તો કારણ તરીકે NTAએ ફાટેલી OMR શીટ તેને મેલ કરી દીધી. વિદ્યાર્થિનીએ આ બાબતને લઈને પોતાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો, જે તેજીથી વાયરલ થવા લાગ્યો. જ્યારે આ મુદ્દો નેશનલ લેવલ પર છવાયો તો કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ તેના પર ટ્વીટ કરી. ત્યારબાદ NTAનું કહેવું હતું કે, તેમની તરફથી વિદ્યાર્થિનીને એવો કોઈ મેલ મોકલવામાં આવ્યો નથી, જેમાં ફાટેલી OMR શીટનો ફોટો મોકલ્યો હતો. NTAએ વિદ્યાર્થિનીના દાવાને ખોટો બતાવ્યો હતો. ત્યારબાદ ખોટા રજીસ્ટ્રેશન નંબરથી પરિણામ જાહેર થયા બાદ મામલો વધુ ગુંચવાયો. આ દરમિયાન એક યુઝરે દાવો કર્યું કે, આયુષી પટેલનું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
ઘટનાની તપાસ કરતા ખબર પડી કે, NTA તરફથી લખનૌની વિદ્યાર્થિની આયુષી પટેલનું પરિણામ ખોટા એપ્લિકેશન નંબર સાથે અપલોડ કર્યો છે. આયુષી મુજબ એડમિટ કાર્ડ પર તેનો અરજી નંબર 240411840741 હતો, જેની OMR શીટ ફાટેલી હોવાની વાત કહીને NTAએ પરિણામ જાહેર કરવાનો ઇનકાર કરી દીધો હતો, પરંતુ જ્યારે આયુષીનો અરજી નંબર 240411340741 નાખ્યો તો તેનું પરિણામ ખૂલીને સામે આવ્યું. બીજી તરફ સાચા અરજી નંબરથી આયુષી પટેલના 355 માર્ક્સ જ આવ્યા છે. આયુષીનો દાવો છે કે તેની આન્સર કી પર 715 માર્ક્સ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp