ક્રિકેટર રિષભ પંતની કારણે ગંભીર અકસ્માત! ક્રિકેટર ગંભીર રીતે ઈજાગ્રસ્ત!

ક્રિકેટર રિષભ પંતની કારણે ગંભીર અકસ્માત! ક્રિકેટર ગંભીર રીતે ઈજાગ્રસ્ત!

12/30/2022 National

SidhiKhabar

SidhiKhabar

ક્રિકેટર રિષભ પંતની કારણે ગંભીર અકસ્માત! ક્રિકેટર ગંભીર રીતે ઈજાગ્રસ્ત!

Rishabh Pant car accident : ભારતના જાણીતા ક્રિકેટર ઋષભ પંત આજે વહેલી સવારે કાર અકસ્માતનો ભોગ બન્યો છે. આ અકસ્માત ઉત્તરાખંડના રુરકી ખાતે થયો હતો. આ અકસ્માતમાં ક્રિકેટરને ગંભીર ઇજા પહોંચ્યાના સમાચાર છે. ગંભીર રીતે અકસ્માતગ્રસ્ત થયેલી કારમાં આગ પણ લાગી ગઈ હતી. ક્રિકેટરને હાલમાં દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ક્રિકેટરની હાલત ગંભીર હોવાનું અને તાત્કાલિક સર્જરી કરવી પડે એમ હોવાનું જાણવા મળી રહ્યું છે!


ઋષભ પંતની હાલત ગંભીર, સર્જરી કરવી પડશે

ઋષભ પંતની હાલત ગંભીર, સર્જરી કરવી પડશે

આજે વહેલી સવારે ક્રિકેટર ઋષભ પંત પોતાની બીએમડબ્લ્યુ કારમાં ઉત્તરાખંડ જઈ રહ્યો હતો ત્યારે હમ્મદપૂર ઝાલ પાસે રુરકીની નરસાન બોર્ડર પર અકસ્માત થયો હતો. પ્રાથમિક વિગતો મુજબ વહેલી સવારે 5.30 વાગ્યાના સુમારે કાર ડ્રાઈવ કરતી વખતે ઋષભ પંતને ઝોકું આવી જતા કાર ડીવાઈડર સાથે જોરમાં ભટકાઈને પલટી ખાઈ ગઈ હતી! આ અકસ્માતમાં કારણે આગ લાગી ગઈ હતી.


ક્રિકેટરને માથામાં અને પગમાં ગંભીર ઇજાઓ થયાનું જાણવા મળે છે. પંત પોતાની કારમાં એકલો જ હતો અને દિલ્હીથી ઉત્તરાખંડ જઈ રહ્યો હતો. કાર બેકાબૂ થઈને રેલીંગ સાથે અથડાઈ એ પછી એમાં આગ લાગી ગઈ હતી. ભારે જહેમત બાદ આગ કાબૂમાં લેવાઈ હતી. આ આગમાં પંત પીઠ સહિતના બીજા ભાગોમાં દાઝી ગયો છે. ડોક્ટર્સના જણાવ્યા મુજબ તેણી પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે. હાલમાં એની હાલત સ્થિર હોવાનું ડોક્ટર્સ જણાવી રહ્યા છે. પરંતુ વધુ સારવાર અર્થે તેને દિલ્હી મોકલવામાં આવ્યો છે.


પગમાં ગંભીર ઇજા

પગમાં ગંભીર ઇજા

આ અકસ્માતને કારણે પંતને પગમાં પણ ગંભીર ઇજા થઇ છે. ડોક્ટર્સના કહેવા મુજબ પગનું હાડકું તૂટી ગયું છે અને ડાબા પગનું લીગામેન્ટ તૂટી ગયું છે! આ અકસ્માત બાદ ભારતીય ક્રિકેટના ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પંત પોતાની ગંભીર ઇજાઓમાંથી ઉગરી શકશે કે કેમ, અને ફરી ક્રિકેટ રમી શકશે કે કેમ એ વિષેની ચિંતા ચાહકોને સતાવી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top