ભારત પાસે ચેમ્પિયન બનવાની સારી તક છે, પરંતુ...', ભૂતપૂર્વ ક્રિકેટરે બતાવ્યો જીતનો ફોર્મ્યૂલા

ભારત પાસે ચેમ્પિયન બનવાની સારી તક છે, પરંતુ...', ભૂતપૂર્વ ક્રિકેટરે બતાવ્યો જીતનો ફોર્મ્યૂલા

03/03/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

ભારત પાસે ચેમ્પિયન બનવાની સારી તક છે, પરંતુ...', ભૂતપૂર્વ ક્રિકેટરે બતાવ્યો જીતનો ફોર્મ્યૂલા

Deep Dasgupta: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો એક-બીજા સામે ટકરાશે. આ પહેલા ભારતે ગ્રુપ-સ્ટેજ મેચોમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડને હરાવ્યા હતા. હવે શું ભારતીય ટીમ સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી શકશે? રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ માટે ઓસ્ટ્રેલિયન ટીમને હરાવવી કેટલો મોટો પડકાર છે? જોકે, આ સવાલનો જવાબ ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર બેટ્સમેન દીપ દાસગુપ્તાએ આપ્યો છે. દીપ દાસગુપ્તાનું માનવું છે કે ભારતીય ટીમ પાસે સારી તક છે, તેમાં કોઈ શંકા નથી. ભારતીય બેટ્સમેન ઉપરાંત બોલરો પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે.


'ભારતીય ટીમ પાસે ચોક્કસ તક છે, પરંતુ...'

'ભારતીય ટીમ પાસે ચોક્કસ તક છે, પરંતુ...'

દીપ દાસગુપ્તાએ કહ્યું કે, હવે વાસ્તવિક ICC ટ્રોફી શરૂ થઈ ગઈ છે. ભારતીય ટીમે પોતાની પહેલી મેચ બાંગ્લાદેશ સામે રમી હતી. ત્યારબાદ ભારતે પાકિસ્તાનને હરાવ્યું. 2 મેચ બાદ ન્યૂઝીલેન્ડની ટીમ આવી. ન્યૂઝીલેન્ડની ટીમ સામે રમ્યા બાદ, ભારત માટે ખરી ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થઈ છે. જોકે, દીપ દાસગુપ્તાનું માનવું છે કે ભારતીય ટીમ પાસે ચોક્કસપણે તક છે, પરંતુ રસ્તો સરળ નહીં હોય. તેમણે કહ્યું કે જો રોહિત શર્માની કેપ્ટન્શીવાળી ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા માગતી હોય, તો તેણે વિરોધી ટીમોની ચિંતા ન કરવી જોઈએ.


ઓસ્ટ્રેલિયા સામે ભારતનો રેકોર્ડ કેવો રહ્યો છે?

ઓસ્ટ્રેલિયા સામે ભારતનો રેકોર્ડ કેવો રહ્યો છે?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 151 વન-ડે મેચ રમાઈ છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ 84 મેચ, જ્યારે ભારતે 57 મેચ જીતી છે. આમ, આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે વન-ડે ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાનું પલડું ભારત સામે ભારે રહ્યું છે. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચોમાં કોનું પલડું ભારે રહ્યું છે? અત્યાર સુધી, ભારત અને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં બે વાર આમને-સામને થયા છે. બંને વખત ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. આ ઉપરાંત, એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આ સિવાય, ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ICC વન-ડે ઇવેન્ટ્સની નોકઆઉટ મેચોમાં 6 વખત એક-બીજા સામે ટકરાઈ ચૂકી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top