ભારતમાં હોવા છતાં બોલિવુડની આ અભિનેત્રી પાસે મત આપવાનો અધિકાર નથી! આ યાદીમાં આલિયા ભટ્ટ પણ..'જા

ભારતમાં હોવા છતાં બોલિવુડની આ અભિનેત્રી પાસે મત આપવાનો અધિકાર નથી! આ યાદીમાં આલિયા ભટ્ટ પણ..'જાણો કેમ?

04/23/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

ભારતમાં હોવા છતાં બોલિવુડની આ અભિનેત્રી પાસે મત આપવાનો અધિકાર નથી! આ યાદીમાં આલિયા ભટ્ટ પણ..'જા

બોલિવુડની આ અભિનેત્રીઓ પાસે મત આપવાનો અધિકાર નથી, કેટલાક એવા સ્ટાર છે જેમણે બોલિવુડમાં આવી પોતાનું નામ કમાય લીધું છે પરંતુ તેમ છતાં ભારતની નાગરિકતા હોતી નથી. એટલા માટે તેમને મત આપવાનો અધિકાર નથી. બોલીવુડની કેટલીક અભિનેત્રીઓને ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર નથી. આવો જાણીએ આ યાદીમાં કઈ કઈ અભિનેત્રીઓ સામેલ છે. એક તો છે કપુર પરિવારની વહુ જેમની પાસે પણ મત આપવાનો અધિકાર નથી.


નોરા ફતેહી

નોરા ફતેહી

નોરા ફતેહીનો જન્મ અને ઉછેર કેનેડામાં થયો હતો. તેના માતા-પિતા બંન્ને મોરક્કોના છે પરંતુ તેની પાસે કેનેડાની નાગરિકતા છે. આ કારણે તેની પાસે ભારતની ચૂંટણીમાં મતદાન કરવાનો અઘિકાર નથી.


આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ બોલિવુડની જાણીતી અભિનેત્રીઓમાંથી એક છે. તેની પાસે મત આપવાનો અધિકાર નથી. આલિયાની પાસે ભારતની નાગરિકતા નથી. કારણ કે, તેનો જન્મ ઈંગ્લેન્ડના બર્મિગહામમાં થયો છે. તેની માતાનો જન્મ પણ આજ શહેરમાં થયો છે.


કેટરીના કૈફ

કેટરીના કૈફ

હવે મહારાષ્ટ્રમાં મતદાન છે. જેમાં અનેક બોલિવુડ સ્ટાર મતદાન કરવા જશે પરંતુ કેટલીક બોલિવુડ અભિનેત્રીઓ માટે મતદાન કરવાનો અધિકાર નથી. કેટરીના કૈફની પાસે ભારતની નાગરિકતા નથી કારણ કે, તેનો જન્મ બ્રિટિશ હાંગકાંગમાં થયો છે. આ કારણે ભારતમાં મતદાન કરવાનો અધિકાર નથી.


જેકલીન ફર્નાન્ડીઝ

જેકલીન ફર્નાન્ડીઝ

જેકલીન ફર્નાન્ડીઝનો જન્મ 11 ઓગસ્ટ 1985ના રોજ મનામા બહેરીનમાં થયો હતો.તેના પિતા શ્રીલંકા અને માતા મલેશિયાની છે. આ કારણે તેની પાસે શ્રીલંકાની નાગરિકતા છે. એટલા માટે તે ભારતીય ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર નથી. કારણ કે, મતદાનનો અધિકાર માત્ર ભારતીય નાગરિકોને આપવામાં આવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top