લો બોલો, ‘કલ્કિ અવતારે’ ખુદ મીડિયાને કહ્યું કે “ધીરેન્દ્ર શાસ્ત્રી ગુરુ દ્રોણનો અવતાર છે, અને દ

લો બોલો, ‘કલ્કિ અવતારે’ ખુદ મીડિયાને કહ્યું કે “ધીરેન્દ્ર શાસ્ત્રી ગુરુ દ્રોણનો અવતાર છે, અને દ્રોણનો અવતાર ઢોંગી જ હોય!”

05/31/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

લો બોલો, ‘કલ્કિ અવતારે’ ખુદ મીડિયાને કહ્યું કે “ધીરેન્દ્ર શાસ્ત્રી ગુરુ દ્રોણનો અવતાર છે, અને દ

Dhirendra shashtri news : તાજેતરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની ચર્ચા ચારેકોર છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ આ રીતે માધ્યમોમાં હાઈલાઈટ થઇ જાય, ત્યારે એનો વિરોધ કરનારા લોકો પણ આપોઆપ હાઈલાઈટ થઈને મીડિયા કવરેજ મેળવી જતા હોય છે. આ ચક્કરમાં ઘણી વાર એવા એવા દાવાઓ અને નિવેદનો સામે આવે છે કે તમારું માથું ચકરાઈ જાય. ધીરેન્દ્ર શાસ્ત્રીજીના મામલે હમણાં આવું જ થયું.


ધીરેન્દ્ર શાસ્ત્રી ગુરુ દ્રોણનો અવતાર છે, માટે ઢોંગી છે?!

ધીરેન્દ્ર શાસ્ત્રી ગુરુ દ્રોણનો અવતાર છે, માટે ઢોંગી છે?!

ગુજરાત સરકારમાં ફરજ બજાવી ચૂકેલા રમેશચંદ્ર ફેફરે ગુજરાતમાં આવેલા બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે મીડિયા સમક્ષ નિવેદન આપતાં જણાવ્યું હતું કે જગદંબાનો મને આદેશ આવ્યો છે કે આ ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી છે! ફેફરે એમ પણ જણાવ્યું હતું કે ધીરેન્દ્રશાસ્ત્રી દ્રોણનો અવતાર છે. ગુરુ દ્રૌણના અવતાર વખતે તેણે તપસ્યા કરેલી છે અને તે ભગવાનના વિરોધમાં હતો. તે દુર્યોધનના પક્ષે હતો આથી સવાપાંચ હજાર વર્ષ નર્કમાં હતો. વધુમાં ફેફરે ઉમેર્યું કે દ્રોણનો અવતાર ઢોંગી જ હોય!

આમ તો ખુદ આ રમેશચંદ્ર ફેફર પણ જાણવા જેવું કેરેક્ટર છે. ગુજરાત સરકારમાં નોકરી કરી ચૂકેલા ફેફર ભૂતકાળમાં પોતાની જાતને ભગવાન વિષ્ણુનો કલ્કિ અવતાર ઘોષિત કરી ચૂક્યા છે!


“ધીરેન્દ્ર શાસ્ત્રી પણ જેલમાં જશે!”

“ધીરેન્દ્ર શાસ્ત્રી પણ જેલમાં જશે!”

ફેફર માત્ર ધીરેન્દ્ર શાસ્ત્રીથી નહોતા અટક્યા, પણ ઓશો રજનીશને પણ લપેટમાં લીધા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જાહેરમાં આવ્યા પછી પૈસા અને કીર્તિ પ્રાપ્ત થાય એ માટે યોગભ્રષ્ટ થવાના ચાન્સ વધી જતા હોય છે. ભૂતકાળમાં ભગવાનના નામે ચરી ખાનારા લોકો હવે નિષ્ફળ જઇ રહ્યા છે. આસારામનાં પાપ સામે આવ્યાં, તેની ધરપકડ થઇ પછી રામ રહીમની ધરપકડ થઇ. પછી રામપાલને સજા થઇ. ઓશો એ દુઃશાસનનો અવતાર હતો. ધર્મના નામે લોકો વચ્ચે છવાઈ ગયા હતા. ભગવાન સાથે તેના ફોટાવાળા કેલેન્ડર રાખવા લાગ્યા હતા અને બધાનાં કૌભાંડો સામે આવ્યાં એ જ રીતે અન્ય કોઈ આ રીતે ચાલશે તો તેમની પણ હાલત આસારામ, રામરહીમ, ઓશો અને રામપાલ જેવી થશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top