ગુજરાતના 80 માછીમાર પરિવારોની સુધરી દિવાળી, પાકિસ્તાને જેલમાંથી કર્યા મુક્ત

ગુજરાતના 80 માછીમાર પરિવારોની સુધરી દિવાળી, પાકિસ્તાને જેલમાંથી કર્યા મુક્ત

11/09/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતના 80 માછીમાર પરિવારોની સુધરી દિવાળી, પાકિસ્તાને જેલમાંથી કર્યા મુક્ત

ગાંધીનગરઃ ગુજરાતના 80 માછીમારોના પરિવારોની દિવાળી સુધરી ગઇ છે. પાકિસ્તાનની જેલમાં કેદ 80 ગુજરાતી માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા હતા. બુધવારના રોજ 80 માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા હતા આ માછીમારો 10 નવેમ્બરના વાઘા બોર્ડર પર પહોંચશે જ્યાંથી તમામને ટ્રેન મારફતે વેરાવળ લાવવામાં આવશે. જોકે હજુ 143 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. આ તમામ 80 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં 2021થી કેદ હતા. માછીમારોની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના 59, દેવભૂમિ દ્ધારકાના 15, જામનગરના 01, અમરેલીના 02, દીવના 03 માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા હતા.  


તાજેતરમાં જ બીમારીના કારણે પાકિસ્તાનની કરાચી જેલમાં બંધ કોડીનાર તાલુકાના દુદાણા ગામના માછીમાર ભુપત વાળાનું મોત થયું હતું. ભુપત વાળાના મૃતદેહને દુદાણા ગામ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં ગ્રામજનોએ તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. દુદાણા ગામના માછીમારનું 9 ઓક્ટોબરના રોજ મોત થયું હતું. રાત્રે અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતા જેલમાં બંધ ભુપત વાળા નામના માછીમારને પાકિસ્તાનની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.


ફિશરીઝ વિભાગના અધિકારી મુકેશ ડાકીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, અવસાન પામેલા માછીમાર ભુપત વાળા પાછલા 2 વર્ષથી પાકિસ્તાનની જેલમાં હતા. નોંધનીય છે કે તાજેતરમાં જ પોરબંદરના દરિયામાં બે દિવસીય ઓપરેશન સાગર સુરક્ષા કવચનો પ્રારંભ કરવામા આવ્યો હતો. આ ઓપરેશનમાં વિવિધ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. પોરબંદર પોલીસ દ્વારા દરિયામાં બોટનું  ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. માછીમારોના આઈ.ડી.પ્રુફ સહિતના ચકાસણી કરવામાં આવી હતી. તો સાથો સાથ માછીમારોને પણ દરિયાઈ સુરક્ષાને લઈ ને જાગૃત કરવામાં આવ્યા હતા. ઓપરેશન સાગર સુરક્ષા કવચને લઈ પોરબંદરના અસ્માતી ઘાટ નજીક પણ પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા હતા.                                  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top