‘પાકિસ્તાન પ્રેગ્નેન્ટ છે ગમે ત્યારે બલૂચિસ્તાન થઈ શકે છે’, જુઓ વિકાસ દિવ્યકિર્તીનો વાયરલ વીડિય

‘પાકિસ્તાન પ્રેગ્નેન્ટ છે ગમે ત્યારે બલૂચિસ્તાન થઈ શકે છે’, જુઓ વિકાસ દિવ્યકિર્તીનો વાયરલ વીડિયો

04/29/2025 Videos

SidhiKhabar

SidhiKhabar

‘પાકિસ્તાન પ્રેગ્નેન્ટ છે ગમે ત્યારે બલૂચિસ્તાન થઈ શકે છે’, જુઓ વિકાસ દિવ્યકિર્તીનો વાયરલ વીડિય

Dr Vikas Divyakirti Viral Video: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. આખા દેશમાં ગુસ્સો છે અને દરેકને આશા છે કે આ વખતે ભારત એવો જવાબ આપશે કે પાકિસ્તાન ફરીથી આવું કરવાની હિંમત નહીં કરે. આ માહોલમાં પાકિસ્તાનની આંતરિક સ્થિતિ પણ ખૂબ ખરાબ થઇ ગઈ છે. બલૂચિસ્તાનથી લઈને PoK સુધી વિરોધના સૂર ઉઠી રહ્યા છે.


સોશિયલ મીડિયા પર લોકોએ શું કહ્યું

સોશિયલ મીડિયા પર લોકોએ શું કહ્યું

તાજેતરમાં, ડૉ. વિકાસ દિવ્યકીર્તિનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમાં તેઓ પોતાના UPSCના વિદ્યાર્થીઓને ભારત-પાકિસ્તાન સંબંધો અને પાકિસ્તાનની આંતરિક પરિસ્થિતિ વિશે બતાવતા જોવા મળી રહ્યા છે. વિકાસ દિવ્યકીર્તિ કહે છે કે, આ દિવસોમાં પાકિસ્તાન પેટથી (પ્રેગ્નેન્ટ) છે, ગમે ત્યારે બલૂચિસ્તાન પેદા થઈ શકે છે. ત્યાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે, મોંઘવારી ચરમસીમાએ છે, અને સેના કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ દ્વારા જનતાનું ધ્યાન ભટકાવી રહી છે. તેમણે બલુચિસ્તાન, સિંધ અને ખૈબર-પખ્તુનખ્વા જેવા વિસ્તારોમાં ચાલી રહેલા અલગાવવાદી આંદોલનોનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે, જો આવી જ પરિસ્થિતિ રહેશે તો ભવિષ્યમાં પાકિસ્તાન ઘણા ભાગોમાં વિભાજિત થઈ શકે છે. દિવ્યકીર્તિએ મજાકમાં કહ્યું કે થાળી ગમે ત્યારે વાગી શકે છે, એક જ સમયે 2-3 બાળકોનો જન્મ થઈ શકે છે.

આ વીડિયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર મીમ્સ અને જોક્સનો પૂર આવી ગયો. કોઈએ લખ્યું કે, પાકિસ્તાન પ્રસૂતિ પીડામાંથી પસાર થઈ રહ્યું છે, ડિલિવરી ગમે ત્યારે થઈ શકે છે, જ્યારે કોઈએ ઉમેર્યું કે ડૉક્ટર મોદી ઓપરેશન માટે તૈયાર છે. ઘણા યુઝર્સે એમ પણ લખ્યું કે બલૂચિસ્તાન, પશ્તુનિસ્તાન અને સિંધુદેશ ગમે ત્યારે પાકિસ્તાનથી અલગ થઈ શકે છે. આ વખતે પાકિસ્તાનના 3 બાળકો થશે.


બલૂચિસ્તાનમાં સંઘર્ષ તેજ

બલૂચિસ્તાનમાં સંઘર્ષ તેજ

1947માં જ્યારે ભારત અને પાકિસ્તાન સ્વતંત્ર થયા, ત્યારે બલૂચિસ્તાને સ્વતંત્ર રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ પાકિસ્તાને બળજબરીથી આ પ્રદેશને પોતાનામાં ભેળવી દીધો, ત્યારથી બલૂચિસ્તાનમાં સ્વતંત્રતાની માગ ચાલુ છે. આજે બલૂચ લિબરેશન આર્મી (BLA)ના હુમલાઓથી પાકિસ્તાન ડરેલું છે. તાજેતરમાં BLAએ પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેનનું હાઇજેક કર્યું હતું, જેનાથી દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારબાદ થોડા દિવસ અગાઉ BLAએ 10 આર્મીના જવાનોને ઉડાવી દીધા હોવાનો દાવો કર્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top