સુરત: ડમ્પર ચાલકે ચાવાળાના 12 વર્ષીય પુત્રને કચડી માર્યો

સુરત: ડમ્પર ચાલકે ચાવાળાના 12 વર્ષીય પુત્રને કચડી માર્યો

03/17/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરત: ડમ્પર ચાલકે ચાવાળાના 12 વર્ષીય પુત્રને કચડી માર્યો

Surat: વાહનચાલકો બેફામ હાંકીને લોકોને અડફેટે લઇ રહ્યા રહ્યા છે. વડોદરા, ગાંધીનગર અને રાજકોટમાં હાલમાં જ હિટ એન્ડ રનની ઘટના સામે આવી ચૂકી છે. તો તાજેતરમાં જ સુરતમાં એક કાર ચાલકે પોતાની કાર લોખંડના દરવાજા સાથે ટક્કર મારી દીધી હતી અને દરવાજો માસૂમ છોકરી પર પડ્યો હતો. એટલું જ નહી આ કાર ચાલકે કંઈ થયું જ નહી હોય તેમ લોખંડના દરવાજા ઉપરથી કાર હંકારી મૂકી હતી, જેથી માસૂમ છોકરીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. હવે સચિન GIDC વિસ્તારમાં એવી જ એક ઘટના સામે આવી છે.


સચિન GIDC વિસ્તારમાં ડમ્પર ચાલકે બાળકને કચડ્યો

સચિન GIDC વિસ્તારમાં ડમ્પર ચાલકે બાળકને કચડ્યો

હવે સચિન GIDC વિસ્તારમાં ડમ્પર ચાલકે GIDCમાં શિવ નગર ચોકડી નજીક રિવર્સ લેતી વખતે બાળકને કચડી નાખ્યો હતો, જેમાં માસૂમ બાળકનું કમકમાટીભર્યું મોત થઇ ગયું હતું. હજી તો જેણે અડધી જિંદગી પણ જોઈ નહોતી એવા વ્હાલસોયા દીકરાનું મોત થઇ જતા પરિવારજનોમાં કરુણાંતિકા સર્જાઈ હતી.

મળતી માહિતી મુજબ, કેશવ ચંદ્રપાલ (મૂળ રહે. ઉત્તર પ્રદેશ, ફતેપુર) સુરતની GIDCના ગીતાનગરમાં પત્ની અને ૩ બાળકો સાથે રહે છે. કેશવ ઘરની નજીક ચા-નાસ્તાની લારી ચલાવીને પરિવારનું જીવન ગુજરાન ચલાવતો હતો. ત્રણ સંતાનોમાંથી એક 12 વર્ષીય આકાશ ઈંગ્લિશ મિડિયમ શાળામાં ભણે છે. રવિવારે આશિષ પિતાની દુકાન પરથી ઘરે તરફ જઈ રહ્યો હતો ત્યારે સચિન GIDC રોડ નંબર 6 પર એક કંપનીના ડમ્પર ચાલકે રીવર્સ લેતી વખતે આશિષને અડફેટે લઇ લીધો હતો, જેથી નીચે પડેલા આશિષના મોઢા પરથી તોતિંગ ટાયર પસાર થઇ ગયું હતું અને તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. હાલમાં પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top