12 વિભાગો, વિધાન પરિષદના અધ્યક્ષનું પદ; એકનાથ શિંદેએ અમિત શાહ સામે આ 4 મોટી માગણીઓ રાખી

12 વિભાગો, વિધાન પરિષદના અધ્યક્ષનું પદ; એકનાથ શિંદેએ અમિત શાહ સામે આ 4 મોટી માગણીઓ રાખી

11/29/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

12 વિભાગો, વિધાન પરિષદના અધ્યક્ષનું પદ; એકનાથ શિંદેએ અમિત શાહ સામે આ 4 મોટી માગણીઓ રાખી

Maharashtra New CM: મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ બનશે? તેને લઇને ભાજપ હાઈકમાન્ડે મહોર લગાવી દીધી છે. સૂત્રોએ જણાવ્યું કે દેવેન્દ્ર ફડણવીસને સત્તાની કમાન મળશે. ગુરુવારે મોડી રાત્રે દિલ્હીમાં મહાગઠબંધનના ઘટક દળો વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં એકનાથ શિંદેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ તેમની 4 મુખ્ય માગણીઓ રજૂ કરી હતી. ચાલો જાણીએ કે શિંદેએ સરકારમાં શું-શું માગ્યુ?

દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજીત પવારે રાજધાનીમાં મહારાષ્ટ્ર સરકારની રચના અંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે બેઠક યોજી હતી, જ્યાં મુખ્યમંત્રી પદ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટી (BJP)ના હશે અને આ તાજ દેવેન્દ્ર ફડણવીસના માથા પર સજશે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી પદને લઈને કોઈ ચર્ચા ન થઈ.


એકનાથ શિંદેએ પોતાની માગ અમિત શાહ સામે રાખી

એકનાથ શિંદેએ પોતાની માગ અમિત શાહ સામે રાખી

જ્યારે મુખ્યમંત્રી પદ ભાજપ પાસે જતું રહ્યું તો એકનાથ શિંદેએ પોતાની 4 મુખ્ય માગણીઓ અમિત શાહ સમક્ષ મૂકી. તેમની પહેલી માગ- શિવસેનાને કેબિનેટ અને રાજ્ય મંત્રીઓ સહિત 12 મંત્રી પદ મળે. બીજી માગ- તેમની પાર્ટી પાસે વિધાન પરિષદના અધ્યક્ષનું પદ હશે. ત્રીજી માગ- પાલક મંત્રી એટલે કે ગાર્ડિયન મિનિસ્ટરની ફાળવણીમાં યોગ્ય જે સન્માન મળવું જોઈએ અને ચોથી માગ- ગૃહ અને શહેરી વિકાસ વિભાગ પણ જોઈએ છે.


મહાયુતિના ઘટક દળોની આજે મુંબઈમાં બેઠક થશે

મહાયુતિના ઘટક દળોની આજે મુંબઈમાં બેઠક થશે

દિલ્હી બાદ હવે શુક્રવારે મુંબઈમાં મહાયુતિના ઘટક દળોની બેઠક યોજાશે, જેમાં સરકારની રચનાને લઈને મંથન થશે. સૂત્રો પાસેથી એવા સમાચાર પણ આવી રહ્યા છે કે અમિત શાહે 2 નાયબ મુખ્યમંત્રીના નામ પર પોતાની સંમતિ આપી દીધી છે. એકનાથ શિંદે અને અજીત પવાર નાયબ મુખ્યમંત્રી બની શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top