આજે યુપી-પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન કરશે ચૂંટણી પંચ

આજે યુપી-પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન કરશે ચૂંટણી પંચ

01/08/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

આજે યુપી-પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન કરશે ચૂંટણી પંચ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડ સહિત દેશનાં પાંચ રાજ્યોમાં થનાર ચૂંટણીની તારીખોનું આજે અધિકારીક એલાન કરવામાં આવશે. બપોરે સાડા ત્રણ વાગ્યે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરશે, જેમાં પાંચેય રાજ્યોની ચૂંટણીનું એલાન કરવામાં આવશે. 

કયા-કયા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું એલાન થશે 

ઉત્તર પ્રદેશ- 403

પંજાબ- 117

ઉતરાખંડ- 70

મણિપુર- 60

ગોવા-40


આ પહેલા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે દેશમાં વધતા જતા કોરોનાનાં સંક્રમણને પગલે ચૂંટણી પાછળ ઠેલાઈ શકે છે. પરંતુ ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી નિયત સમયે જ યોજાશે. ઉત્તર પ્રદેશ સરકારનો કાર્યકાળ મે મહિનામાં પૂરો થાય છે. બાકીના ચાર રાજ્યોની સરકારના કાર્યકાળ પણ એપ્રિલ-મે મહિનામાં જ પૂર્ણ થઇ રહ્યા છે.

આ મામલે હજુ અધિકારીક જાણકારી બહાર આવી શકી નથી પરંતુ ઉત્તર પ્રદેશમાં છ થી આઠ તબક્કામાં મતદાન યોજાઈ શકે છે. જ્યારે ગોવા અને મણિપુર જેવા નાના રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન પૂર્ણ કરી લેવામાં આવશે. જોકે, આ અંગે ચૂંટણી પંચની અધિકારીક જાહેરાત બાદ જ સ્પષ્ટ થઇ શકશે. આજે ચૂંટણી પંચ તારીખ જાહેર કરે ત્યારથી જ આદર્શ આચાર સંહિતા લાગુ થઇ જશે.


ચૂંટણીના પરિણામો ક્યારે આવી શકે?

ચૂંટણીના પરિણામો માર્ચ મહિનામાં આવશે તેવી શક્યતા છે. સામાન્ય રીતે ચૂંટણીની ઘોષણા અને પરિણામો વચ્ચે ઓછામાં ઓછો એક મહિનાનો સમય લાગી જાય છે. યુપી મોટું રાજ્ય હોવાથી મતદાન વધુ તબક્કામાં થશે. જેથી ચારથી પાંચ અઠવાડિયાનો સમય લાગશે. પરિણામો માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં જાહેર કરાશે તેવી શક્યતા છે.

ચૂંટણી પંચે આ પહેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સાથે એક બેઠક કરી હતી અને દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ફેબ્રુઆરી-માર્ચ મહિનાની સંભવિત સ્થિતિ અંગે જાણકારી મેળવી ચર્ચા કરી હતી. આ બેઠક બાદ આજે અધિકારીક એલાનની તૈયારી કરી દેવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top