પ્રભાસના ફેન્સથી થઈ ગઈ ભારે મિસ્ટેક! હવે કેવી રીતે થશે ભરપાઈ? જાણો શું છે આ Kalki 2898 AD સાથે

પ્રભાસના ફેન્સથી થઈ ગઈ ભારે મિસ્ટેક! હવે કેવી રીતે થશે ભરપાઈ? જાણો શું છે આ Kalki 2898 AD સાથે જોડાયેલો મામલો

06/25/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

પ્રભાસના ફેન્સથી થઈ ગઈ ભારે મિસ્ટેક! હવે કેવી રીતે થશે ભરપાઈ? જાણો શું છે આ Kalki 2898 AD સાથે

સાઉથ સુપર સ્ટાર પ્રભાસ ઘણા સમયથી પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ Kalki 2898 ADને લઈને ચર્ચામાં છે. જે આ વર્ષની સૌથી મોટી અને મોંઘી ફિલ્મ માનવામાં આવી રહી છે. નાગ અશ્વિનના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હાસન અને દિશા પટાની જેવા કલાકાર નજરે પડવાના છે.  આ એક સાયન્સ ફિક્શન માઇથોલોજીકલ ફિલ્મ છે, જેને લઈને ઘણા સમયથી ફેન્સ ખૂબ એક્સાઈટેડ છે.


ફિલ્મનું શાનદાર ટ્રેલર રીલિઝ

ફિલ્મનું શાનદાર ટ્રેલર રીલિઝ

હાલમાં જ ફિલ્મનું શાનદાર ટ્રેલર પણ રીલિઝ કરવામાં આવ્યું હતું, જેણે ફિલ્મને લઈને ફેન્સની અંદર જિજ્ઞાશા વધારી દીધી છે. આ ફિલ્મ 27 જૂનના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે. આ દરમિયાન પ્રભાસના ફેન્સ સાથે જોડાયેલી મોટી ભૂલ થઈ ગઈ, જેના કારણે બધા ખૂબ નિરાશ અને પરેશાન છે. ઉલ્લેખનીય છે કે, આ સમયે પ્રભાસની આ ફિલ્મની એડવાન્સ બુકિંગ ચાલી રહી છે, જેના કારણે ફેન્સએ પ્રભાસની આ ફિલ્મની જગ્યાએ કોઈ બીજી ફિલ્મની ટિકિટ્સ બુક કરી લીધી છે.


પ્રભાસના ફેન્સથી થઈ મોટી ભૂલ:

પ્રભાસના ફેન્સથી થઈ મોટી ભૂલ:

જી હા, ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, હૈદરાબાદમાં પ્રભાસના ફેન્સે તેની ફિલ્મ Kalki 2898 ADની જગ્યાએ સાઉથ એક્ટર રાજશેખરની ફિલ્મ ‘કલ્કિની ટિકિટ બુક કરી લીધી. કહેવામાં આવી રહ્યું છે કે ટેક્નિકલી ગરબડીના કારણે જે લોકો Kalki 2898 ADની ટિકિટ બુક કરવા માગતા હતા, તેમણે ભૂલથી તેલુગુના દિગ્ગજ એક્ટર રાજશેખરની વર્ષ 2019માં આવેલી ‘કલ્કિ’ની ટિકિટ બુક કરાવી દીધી. એટલું જ નહીં, બ્રહ્મારંભા કુકટપલ્લી થિયેટરમાં રાજાશેખરની ફિલ્મના 6 શૉ હાઉસફુલ બુકિંગ સાથે બંધ થઈ ગયા.


રાજશેખરે ટ્વીટ કરીને કર્યો આ દાવો:

રાજશેખરે ટ્વીટ કરીને કર્યો આ દાવો:

હવે આ વાતને લઈને જ્યાં કેટલાક ફેન્સ તેને મજાકમાં ટાળી રહ્યા છે તો પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યા છે અને પૈસા પાછા આપવાની માગ કરી રહ્યા છે. આ આખો મામલો વધતો જોઈને તેલુગુ એક્ટર રાજશેખરે પણ એક ટ્વીટ કરીને એવો દાવો કર્યો કે, આ ઘટના પાછળ તેમનો નાથ નથી. તેમણે ટ્વીટ કરતા લખ્યું કે, તેમાં મારો કોઈ હાથ નથી.. મજાક છોડો.. પ્રિય #પ્રભાસ @nagashwin7માં અશ્વિની દત્ત ગુરુ @vyjaynathifilmsને શુભકામનાઓ. શાનદાર કાસ્ટ અને ક્રૂને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે ઇતિહાસ રચો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક પગલું આગળ લઈ જાવ # Kalki2898AD.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top