બાપ રે ! ગૂગલનો આ ચેટબોટ વિચારે છે માણસ જેવું, એક વ્યક્તિએ ખુલાસો કરતા કંપનીએ કર્યો સસ્પેન્ડ

બાપ રે ! ગૂગલનો આ ચેટબોટ વિચારે છે માણસ જેવું, એક વ્યક્તિએ ખુલાસો કરતા કંપનીએ કર્યો સસ્પેન્ડ

06/14/2022 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

બાપ રે ! ગૂગલનો આ ચેટબોટ વિચારે છે માણસ જેવું, એક વ્યક્તિએ ખુલાસો કરતા કંપનીએ કર્યો સસ્પેન્ડ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દુનિયા માટે એક વરદાન સમાન છે. પરંતુ જાણકારોના મતે તેની ઘણી આડઅસરો પણ છે. તાજેતરમાં આ કારણે ગૂગલના એક એન્જિનિયરની (Engineer) નોકરી જોખમમાં મૂકાઈ ગઈ છે.


સીનીયર એન્જીનીયર સસ્પેન્ડ :

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ગૂગલે પોતાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેવલપમેન્ટ ટીમના સોફ્ટવેર એન્જિનિયર બ્લેક લેમોઇનને સસ્પેન્ડ કરી દીધો છે. બ્લેક પર આરોપ છે કે તેણે કંપનીના પ્રોજેક્ટ વિશેની ગુપ્ત માહિતી થર્ડ પાર્ટી સાથે શેર કરી હતી, સસ્પેન્શન બાદ ગૂગલના સર્વર વિશે અજીબ અને ચોંકાવનારા દાવા કર્યા હતા. બ્લેકે જાહેરમાં દાવો કર્યો છે કે ગૂગલના સર્વર પર તેનો સામનો 'sentient' AI એટલે કે સંવેદનશીલ AI સાથે થયો હતો. બ્લેકનો દાવો છે કે આ AI ચેટબોટ એક માણસ તરીકે પણ વિચારી શકે છે.


સવાલો કેમ ઉઠ્યા :

જે AI ને લઈને આટલો હંગામો તેનું નામ છે LaMDA(Language Model for Dialouge Applications). એક ઇન્ટરવ્યૂમાં બ્લેકે કહ્યું હતું કે, તેણે જે Goggle AI સાથે વાતચીત કરી હતી તે એક માનવી હતો. તેનો ઉપયોગ ચેટ બોટ્સ બનાવવા માટે થાય છે, જે વિવિધ વ્યક્તિત્વને અપનાવીને માનવ વપરાશકર્તાઓ સાથે વાતચીત કરે છે.

બ્લેકનું કહેવું છે કે તેણે આ બધું સાબિત કરવા માટે એક્સપેરિમેન્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કંપનીના ટોચના ઓફીશીયલ્સ જ્યારે આ મામલાને આંતરિક રીતે ઉઠાવ્યો ત્યારે તેમને ખૂબ ખોટો ગણાવ્યા હતા.


લીવ પર મોકલી દીધો  :

Alphabet inc એ ગયા સપ્તાહની શરૂઆતમાં બ્લેકને પેડ લીવ પર મોકલી દીધો હતો. કારણ કે તેઓએ કંપનીની કોન્ફિડન્સ પોલિસીનું ઉલ્લંઘન કર્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top