આખરે એક સપ્તાહ બાદ ઇઝરાયેલે કર્યો ઈરાન પર જવાબી મિસાઈલ હુમલો, ઈરાનના અનેક ન્યુક્લિયર પ્લાન્ટને

આખરે એક સપ્તાહ બાદ ઇઝરાયેલે કર્યો ઈરાન પર જવાબી મિસાઈલ હુમલો, ઈરાનના અનેક ન્યુક્લિયર પ્લાન્ટને..... , જાણો વિગતો

04/19/2024 WAR UPDATES

SidhiKhabar

SidhiKhabar

આખરે એક સપ્તાહ બાદ ઇઝરાયેલે કર્યો ઈરાન પર જવાબી મિસાઈલ હુમલો, ઈરાનના અનેક ન્યુક્લિયર પ્લાન્ટને

ઈરાન દ્વારા ઈઝરાયલ પર કરાયેલ 200થી વધુ મિસાઈલો અને ડ્રોનના હુમલો બાદ હવે ઈઝરાયલ તરફથી ઈરાનના અનેક શહેરો પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલા કરી બદલો લેવાની શરૂઆત થઈ છે. ઈરાનની ન્યુક્લિયર સાઈટ પર ત્રણ મિસાઈલો પડી હોવાના સમાચાર છે. આ બધાની વચ્ચે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ તેના તમામ લશ્કરી મથકોને હાઇ એલર્ટ પર મૂક્યા છે. અને એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દેવામાં આવી છે.


ઈઝરાયેલ જવાબી હુમલો કરશે તો ઈરાન તરત જ જડબાતોડ જવાબ આપશે

ઈઝરાયેલ જવાબી હુમલો કરશે તો ઈરાન તરત જ જડબાતોડ જવાબ આપશે

ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, ઈસાફહાન શહેરમાં એરપોર્ટને પણ નિશાન બનાવાયા છે. આ શહેરમાં અનેક ન્યૂક્લિયર પ્લાન્ટ આવેલા છે. ઈરાનનો સૌથી મોટો યુરેનિયમ પ્રોગ્રામ પણ અહીં જ ચાલી રહ્યો છે. આ હુમલા બાદ ઈરાને તેહરાન, ઈસ્ફહાન અને શિરાઝ જતી તમામ ફ્લાઈટ સ્થગિત કરી દીધી છે. ઓછામાં ઓછી આઠ ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે. ઈઝરાયેલના આ સંભવિત હુમલા પહેલા જ ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીરે ગુરુવારે ચેતવણી આપી હતી. તેણે કહ્યું હતું કે, જો ઈઝરાયેલ જવાબી હુમલો કરશે તો ઈરાન તરત જ જડબાતોડ જવાબ આપશે.

એક અહેવાલ મુજબ ઈઝરાયેલે હુમલામાં ઈરાનના પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવ્યું નથી. ઈઝરાયેલે અમેરિકાને કહ્યું હતું કે, તે ઈરાનના પરમાણુ સ્થળોને નિશાન બનાવી રહ્યું નથી. નોંધનિય છે કે, ઈરાન પર ઈઝરાયેલે હુમલો કર્યો ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે નેતન્યાહુ ચોક્કસપણે બદલો લેશે. ઈરાનના પરમાણુ કાર્યક્રમને પાટા પરથી ઉતારવાની યોજનાની ચર્ચા સર્વત્ર થઈ રહી હતી. ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) ઈઝરાયેલના આ સંભવિત હુમલાને લઈને પહેલાથી જ એલર્ટ પર હતી.


ઇઝરાયેલે ઇરાનના 99 ટકા હવાઈ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા

ઇઝરાયેલે ઇરાનના 99 ટકા હવાઈ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા

ઈઝરાયેલ પર તહેરાનના હુમલા બાદ અમેરિકા અને બ્રિટને ઈરાન પર નવા પ્રતિબંધો લગાવ્યા હતા. ઈરાને ઈઝરાયેલ પર 300 થી વધુ વિવિધ પ્રકારના ડ્રોન હુમલા કર્યા હતા, જેમાં કિલર ડ્રોનથી લઈને બેલિસ્ટિક મિસાઈલો અને ક્રુઝ મિસાઈલોનો સમાવેશ થાય છે. આ હુમલા બાદ તરત જ ઈઝરાયેલની સેનાએ એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરી દીધી હતી.

ઇઝરાયલ આર્મી IDFના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું હતું કે, ઈરાને ઈઝરાયેલ પર સીધો હુમલો કર્યો છે. ઇઝરાયલે આમાંથી મોટાભાગની મિસાઇલો એરો એરિયલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડી છે. એવું કહેવામાં આવ્યું હતું કે ઇઝરાયેલે ઇરાનના 99 ટકા હવાઈ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. આ હુમલા બાદ અમેરિકા અને બ્રિટન સહિત ઘણા દેશો ઈઝરાયેલની મદદ માટે આગળ આવ્યા હતા.


ઓપરેશન ટ્રુ પ્રોમિસ

ઓપરેશન ટ્રુ પ્રોમિસ

1 એપ્રિલે સીરિયામાં ઈરાનના કોન્સ્યુલેટ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઈરાને તેના ટોચના કમાન્ડર સહિત ઘણા સૈન્ય અધિકારીઓના મોતનો દાવો કર્યો હતો. ઈરાને આ હુમલા માટે ઈઝરાયેલને સીધો જ જવાબદાર ઠેરવ્યો હતો. આ જ કારણ છે કે તેણે બદલો લેવા માટે ઈઝરાયેલ પર ઝડપી હુમલા શરૂ કર્યા અને આ ક્રિયાને ઓપરેશન ટ્રુ પ્રોમિસ નામ આપ્યું હતું .



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top