આખરે પોલીસને સફળતા મળી, પારડીની યુવતીના દુષ્કર્મ-હત્યાના કેસમાં એક શંકાસ્પદ ઝડપાયો
Motivada rape and murder case: ગુજરાતમાં દિવસે દિવસે ગુનાહિત ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વલસાડના પારડીના મોતીવાડામાં કૉલેજમાં ભણતી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીના મોતને લઈ અનેક રહસ્યો ઘેરાઈ રહ્યા હોવાથી અને હત્યાની આશંકા જણાતા જિલ્લાભરની પોલીસ દોડતી થઈ હતી. પ્રાથમિક તપાસમાં જ યુવતીની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા પોલીસે યુવતીના મૃતદેહનું સુરતમાં પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મ બાદ હત્યા થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું. મૃતક યુવતીના શરીર પરથી ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા.
પારડી પોલીસે આ મામલે અજાણ્યા વિરૂદ્ધ દુષ્કર્મ અને હત્યાની ફરિયાદ દાખલ કરી ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. આ મામલે જિલ્લા પોલીસ સતત તપાસ હાથ ધરી રહી હતી, પરંતુ આરોપી તેમની પકડથી દૂર હતો, પરંતુ હવે આ મામલે 10 દિવસ બાદ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે.
પારડીના મોતીવાડાની યુવતી સાથે બળાત્કાર કરીને હત્યા કરવાના મામલે પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે અને હવે પોલીસ તેની પુછપરછ કરી રહી છે. છેલ્લા ૧૦ દિવસથી વલસાડ જિલ્લા પોલીસ સહિત સુરત અને વડોદરાની પોલીસ આ આરોપીને પકડવા માટે તપાસ કરી રહી હતી. આ આરોપી ઘટનાવાળા દિવસે રેલવે સ્ટેશનની CCTV ફૂટેજમાં નજરે પડ્યો હતો. આરોપીની બેગ અને ટી-શર્ટ ઘટનાસ્થળેથી મળી આવ્યા હતા. ખેર હવે પોલીસ પુછપરછમાં શું નવો ખુલાસો સામે આવે છે એ જોવાનું રહેશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp