વર્ષ 2022 5G લઈને આવશે : પહેલા 13 શહેરોમાં લોન્ચ કરવાની તૈયારી, ગુજરાતના બે શહેરો સામેલ

વર્ષ 2022 5G લઈને આવશે : પહેલા 13 શહેરોમાં લોન્ચ કરવાની તૈયારી, ગુજરાતના બે શહેરો સામેલ

12/28/2021 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

વર્ષ 2022 5G લઈને આવશે : પહેલા 13 શહેરોમાં લોન્ચ કરવાની તૈયારી, ગુજરાતના બે શહેરો સામેલ

અમેરિકા અને દક્ષિણ કોરિયા સહિતના દેશોમાં 5G નો ઉપયોગ શરૂ થઇ ગયો છે. ભારતીયો ઘણા સમયથી 5G લોન્ચ થવાની રાહ જોઈ રહ્યા છે. જે આગામી વર્ષે પૂરી થશે તેવા અહેવાલો મળી રહ્યા છે. ભારતમાં સૌથી પહેલા 13 શહેરોમાં 5G લોન્ચ કરવામાં આવશે, ત્યારબાદ ધીમે-ધીમે અન્ય શહેરોમાં પણ આ સેવા શરૂ કરવામાં આવશે. 

ભારતના 13 શહેરોમાં પહેલા 5G નેટવર્કની શરૂઆત કરવામાં આવશે. અમદાવાદ, બેંગ્લોર, ચંદીગઢ, દિલ્હી, ગાંધીનગર, ગુરુગ્રામ, હૈદરાબાદ, જામનગર, કોલકત્તા, લખનઉ, મુંબઈ, પુણે અને ચેન્નાઈમાં 5G શરૂ કરવામાં આવશે. ભારતીય ટેલિકોમ વિભાગે આ જાણકારી આપી છે. આ તમામ શહેરોમાં પહેલેથી જ ટેલિકોમ ઓપરેટરોએ ટ્રાયલ સેટ અપ કરી લીધું છે. 


ભારતના ત્રણેય મુખ્ય ટેલિકોમ ઓપરેટરો જીઓ, એરટેલ અને Vi પહેલેથી જ આ શહેરોમાં ટ્રાયલ સાઈટ ચેક કરી ચૂક્યા છે અને હાલ 5G ટ્રાયલ કરી રહ્યા છે. સર્વિસ રોલઆઉટ પહેલા સ્પેકટ્રમ ઓક્શન થશે. જોકે, આ અંગે હજુ સુધી તારીખ જણાવવામાં આવી નથી. આ પહેલા DoTએ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ટેલિકોમ સેક્ટર રેગ્યુલેટર TRAI પાસેથી રિઝર્વ પ્રાઈઝ, બેન્ડ પ્લાન, બ્લોક સાઈઝ વગેરે મુદ્દે ભલામણ માગી હતી. 


ભારતમાં છેલ્લા બે વર્ષથી 5G ટ્રાયલ ચાલી રહ્યું છે. જે મે 2022 સુધી ચાલશે. હાલમાં જે 13 શહેરોમાં ટ્રાયલ ચાલી રહ્યું છે, તેમાં જ સૌથી પહેલા સર્વિસ શરૂ થશે. ત્યારબાદ અન્ય શહેરોમાં પણ લોન્ચ કરવામાં આવશે.

ભારતમાં 5G ના લોન્ચિંગ બાદ મોબાઈલ અને ઇન્ટરનેટ ક્ષેત્રે અભૂતપૂર્વ બદલાવ આવવાનું અનુમાન છે. 5G ની ઝડપ 4G કરતા 10 ગણી વધુ હોવાનું કહેવાય છે. 4G આવ્યા બાદ ભારતમાં ટેકનોલોજી ક્ષેત્રે એક નવો યુગ શરૂ થયો હતો. હવે 5G આવ્યા બાદ ડિજીટલ ક્રાંતિને નવું સ્વરૂપ મળશે અને સામાન્ય માણસના જીવન પર પણ ખાસ્સો ફેર પડશે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top