વિદેશી રોકાણકારોએ અદાણી ગ્રુપ પર વ્યક્ત કર્યો વિશ્વાસ, અબુ ધાબીની IHCએ આપ્યો ટેકો
Abu Dhabi IHC Support For Adani Group: અબુ ધાબીની ઇન્ટરનેશનલ હૉલ્ડિંગ કંપની (IHC)એ અદાણી ગ્રુપને તેના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો છે. તે 100 બિલિયન એમેરિકન ડૉલરની નજીકના સંચાલન હેઠળની સંપત્તિ સાથેનું સૌથી મોટું સાર્વભૌમ ભંડોળ છે. અદાણી જૂથના મુખ્ય વિદેશી રોકાણકારોમાંના એક IHCએ, એક નિવેદનમાં જણાવ્યું હતું કે અદાણી જૂથ સાથેની તેમની ભાગીદારી ગ્રીન એનર્જી અને સ્થિરતા ક્ષેત્રોમાં તેમના યોગદાનમાં તેમના વિશ્વાસને દર્શાવે છે. તમામ રોકાણોની જેમ, તેમની ટીમ સંબંધિત માહિતી અને વિકાસનું મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખે છે.
એપ્રિલ 2022માં, IHCએ રિન્યૂએબલ એનર્જી આર્મ અદાણી ગ્રીન એનર્જી અને પાવર કંપની અદાણી ટ્રાન્સમિશનમાં આશરે 500 મિલિયન અમેરિકન ડૉલર અને ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસમાં 1 બિલિયન અમેરિકન જૉલરનું રોકાણ કર્યું હતું. તેણે પાછળથી AGELમાં તેનો 1.26 ટકા અને ATLમાં 1.41 ટકા હિસ્સો વેચ્યો, જે હવે અદાણી એનર્જી સોલ્યૂશન્સ લિમિટેડ તરીકે ઓળખાય છે, પરંતુ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડમાં તેનો હિસ્સો વધારીને 5 ટકાથી વધુ કરી દીધો.
બીજી તરફ શ્રીલંકા પોર્ટ ઓથોરિટીએ અદાણી ગ્રુપ સાથેની પોતાની ભાગીદારીમાં સતત વિશ્વાસ વ્યક્ત કર્યો છે, કારણ કે ભારતીય જૂથ દેશના પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. કોલંબો ટર્મિનલમાં 1 બિલિયન અમેરિકન ડૉલરના રોકાણ સાથે, આ પ્રોજેક્ટ શ્રીલંકાના બંદરોના ક્ષેત્રમાં સૌથી મોટું વિદેશી સીધુ રોકાણ બનવા તરફ અગ્રેસર છે.
શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટીના અધ્યક્ષ એડમિરલ સિરીમેવાન રણસિંઘે (સેવાનિવૃત્ત)એ જણાવ્યું હતું કે પ્રોજેક્ટને રદ કરવા અંગે કોઇ ચર્ચા થઇ નથી. આ પ્રોજેક્ટ આગામી થોડા મહિનામાં કાર્યરત થઇ જશે. ઉપરાંત તાંઝાનિયા સરકારે અદાણી પોર્ટ્સ સાથેના તેના કરારો પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી છે, કારણ કે તેને લાગે છે કે ચાલુ પ્રોજેક્ટ્સ અંગે કોઇ ચિંતા નથી અને તમામ કોન્ટ્રાક્ટ તાંઝાનિયાના કાયદાનું સંપૂર્ણ પાલન કરે છે. મે 2024માં, તાંઝાનિયા અને અદાણી પોર્ટ્સે દાર એસ સલામ બંદરગાહ પર કન્ટેનર ટર્મિનલ 2ને સંચાલિત કરવા માટે 30-વર્ષના કન્સેશન કરારને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. વધુમાં, અદાણી પોર્ટ્સે સરકારની માલિકીની તાંઝાનિયા ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ સર્વિસમાં 95 ટકા હિસ્સો 95 મિલિયન અમેરિકન ડૉલરમાં હસ્તગત કર્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp