G20 Summit: આજે PM મોદી સાથે જો બાયડનની ઐતિહાસિક મુલાકાત, કરશે ડિનર, વિવિધ મુદ્દાઓ પર ચર્ચા

G20 Summit: આજે PM મોદી સાથે જો બાયડનની ઐતિહાસિક મુલાકાત, કરશે ડિનર, વિવિધ મુદ્દાઓ પર ચર્ચા

09/08/2023 National

SidhiKhabar

SidhiKhabar

G20 Summit: આજે PM મોદી સાથે જો બાયડનની ઐતિહાસિક મુલાકાત, કરશે ડિનર, વિવિધ મુદ્દાઓ પર ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનને ડિનર પર ઈનવાઈટ કર્યા છે. બન્ને નેતા શુક્રવારે સાંજે 7.30 વાગ્યે લોક કલ્યાણ માર્ગ પર સ્થિત PM મોદીના આવાસ પર મળશે. જી-20 સમિટમાં શામેલ થવા માટે જો બાયડન ભારત પહોંચશે અને ત્યાર બાદ PM મોદીની સાથે ડિનર કરશે. બન્ને નેતાઓની આજે દ્વિપક્ષીય બેઠક પણ છે.



રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલો ભારતીય પ્રવાસ

અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ જો બાયડનનો આ પહેલો ભારત પ્રવાસ છે. વર્ષ 2020માં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવ્યા હતા. જો બાયડન અને PM મોદીનું આ બીજુ સ્પેશિયલ ડીનર છે.

તેના 3 મહિના પહેલા પ્રધાનમંત્રી મોદીના રાજકીય પ્રવાસ દરમિયાન જો બાયડને તેમના માટે વ્હાઈટ હાઉસમાં ખાસ ડિનરનું આયોજન કર્યું હતું. બન્ને નેતાઓની દ્વિપક્ષીય મિટિન વખતે ભારત-અમેરિકાની વ્યાપક વૈશ્વિક અને રણનૈતિક ભાગીદારી વધારે મજબૂત બનાવવા પર ભાર આપવામાં આવે તેવી સંભાવનાઓ છે.



આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

બન્ને નેતાઓ વચ્ચે સ્વચ્છ ઉર્જા, વ્યાપાર, હાઈ ટેક્નોલોજી, રક્ષા જેવા ક્ષેત્રોમાં ચાલતી દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરવાની આશા છે. તેની સાથે જ તે આ વાત પર પણ ચર્ચા કરી શકે છે કે બન્ને દેશ વિશ્વના અમુક ગંભીર પડકારને પહોંચી વળવામાં કઈ પ્રકારે યોગદાન આપી શકે છે.

એક સુત્રે જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ બાઈડનની વચ્ચે વાતચીતમાં સ્વચ્છ ઉર્જા, વ્યાપાર, હાઈ ટેક્નોલોજી, રક્ષા સહિત વિવિધ પ્રમુખ ક્ષેત્રોમાં જાહેર દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા પર ભાર આપવાની સંભાવના છે.


વીઝા વ્યવસ્થા પર પણ થઈ શકે છે ચર્ચા

વીઝા વ્યવસ્થા પર પણ થઈ શકે છે ચર્ચા

બન્ને પક્ષ વીઝા વ્યવસ્થાને વધારે ઉદાર કરવાના સંબંધમાં પણ વિચાર કરી શકે છે. રાષ્ટ્રપતિ બાયડનના ભારત રવાના થવા પહેલા વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કૈરીન જ્યાં-પિયરે કહ્યું, "અમે આ વર્ષે જી-20ના નેતૃત્વ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરાહના કરીએ છીએ અને અમે એ સુનિશ્ચિત કરવા મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે ભારત આ વર્ષે એક સફળ સમિટની યજમાની કરે."


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top