મહારાષ્ટ્ર-ઝારખંડની ચૂંટણીના પરિણામો બાદ ગુજરાતના મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો

મહારાષ્ટ્ર-ઝારખંડની ચૂંટણીના પરિણામો બાદ ગુજરાતના મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો

12/10/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

મહારાષ્ટ્ર-ઝારખંડની ચૂંટણીના પરિણામો બાદ ગુજરાતના મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો

Gujarat CM Bhupendra Patel Led Cabinet Expansion: ભાજપના સંગઠનની ચૂંટણીની ચર્ચા વચ્ચે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ફેરબદલની અટકળો સામે આવી છે. ગુજરાતના આગામી બજેટ પહેલા રાજ્યમાં મંત્રીમંડળમાં ફેરબદલ થઈ શકે છે તેવી રાજકીય ગલીયારામાં ચર્ચા છે. આ ચર્ચા એવા સમયે સામે આવી છે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી તરીકે 3 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે.

પટેલ 2021માં મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ ભાજપે તેમના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી. જેમાં ભાજપે 156 સીટો પર જીત મેળવી હતી. એવામાં ભૂપેન્દ્ર પટેલ તેમના બીજા કાર્યકાળના 2 વર્ષ પૂર્ણ કરશે. જ્યારે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલે બીજી વખત શપથ લીધા હતા, ત્યારે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી કે રાજ્યમાં ટૂંક સમયમાં કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે.


કનુભાઈ દેસાઈ બની શકે છે સ્પીકર

કનુભાઈ દેસાઈ બની શકે છે સ્પીકર

રાજકીય ગલિયારામાં ચાલી રહેલી ચર્ચા મુજબ, વર્તમાન નાણામંત્રી કનુભાઈ દેસાઈને વિધાનસભાના અધ્યક્ષ બનાવી શકાય છે. વર્તમાન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનિ મંત્રીમંડળમાં વાપસી થઇ શકે છે. રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો જીતનાર ભાજપના ધારાસભ્યોની કુલ સંખ્યા વધીને 162 થઈ ગઈ છે. આ ઉપરાંત ભાજપને બે અપક્ષોનું સમર્થન છે. એવામાં 182 સભ્યોની વિધાનસભામાં ભાજપ પાસે પ્રચંડ બહુમતી છે. દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના સ્નેહ મિલન કાર્યક્રમ બાદ ગુજરાતના રાજકીય ગલીયારામાં આ ચર્ચા સામે આવી છે. પાટીલ હાલમાં ગુજરાત ભાજપના પ્રમુખ છે.


સંગઠન અને પછી સરકારમાં ફેરફાર

સંગઠન અને પછી સરકારમાં ફેરફાર

રાજકીય ગલિયારામાં ચર્ચા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગૃહ રાજ્યમાં પહેલા સંગઠન અને પછી સરકારી સ્તરે ફેરફાર જોવા મળી શકે છે. એવી પણ ચર્ચા છે કે ભૂપેન્દ્ર સરકારમાં મંત્રીઓ ઋષિકેશ પટેલ, કુબેર ડીંડોર, ભાનુ બાબરિયા, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા અને અન્ય કેટલાક મંત્રીઓના ખાતામાં ફેરફાર થઈ શકે છે. કનુભાઈ દેસાઈ હાલમાં મુખ્યમંત્રી પછી નંબર-2નું સ્થાન ધરાવે છે, જ્યારે હૃષીકેશ પટેલ ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી છે.

ગુજરાતની વર્તમાન સરકારમાં કુલ 17 મંત્રીઓ છે જ્યારે ગુજરાતમાં મંત્રીઓની મહત્તમ સંખ્યા 27 સુધી હોઈ શકે છે. એવી પણ શક્યતા છે કે જો મંત્રીમંડળમાં ફેરબદલ થશે તો કેટલાક નવા ચહેરાઓને પણ સ્થાન મળી શકે છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતો બાદ અગામી વર્ષે 5 મોટા શહેરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થવાની છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top