હાર્દિકે પોતાની સંપત્તિમાંથી 70 ટકા નતાશાને આપવી પડશે? છૂટાછેડા બાદ કંગાળ થશે પંડ્યા?
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે છૂટાછેડા લઇ લીધા છે. હાર્દિકે ગુરુવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પત્નીથી અલગ થવાની જાહેરાત કરી હતી. હાર્દિકે કહ્યું કે 4 વર્ષ સાથે રહ્યા બાદ મેં અને નતાશાએ પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ એમ કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિકે તેની 170 કરોડની સંપત્તિનો 70 ટકા હિસ્સો નતાશાને આપવો પડશે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા અને અભિનેત્રી મોડલ નતાશા ઘણા સમયથી સાથે જોવા મળ્યા નથી. IPL 2024 દરમિયાન નતાશા કોઇ પણ મેચમાં સ્ટેડિયમ પહોંચી નહોતી, જ્યારે એ અગાઉ દર વર્ષે નતાશા હાર્દિક અને તેની ટીમને ચીયર કરવા સ્ટેડિયમ પહોંચતી હતી. તો હાર્દિકે આ વખત નતાશાને જન્મદિવસની શુભેચ્છા પણ ન પાઠવી. એવામાં તે પહેલાથી જ સ્પષ્ટ થઇ ગયું હતું કે બંને વચ્ચેના સંબંધો સારા નથી.
હવે જ્યારે છૂટાછેડાની વાત ક્લિયર થઇ ગઇ છે, ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે હાર્દિક પંડ્યાએ પોતાની સંપત્તિનો 70 ટકા હિસ્સો નતાશાને આપવો પડશે. જો કે તેને લઇને અત્યાર સુધી કોઇ સત્તાવાર માહિતી સામે આવી નથી. જ્યારે છૂટાછેડાના સમાચારના રિપોર્ટ્સના માધ્યમથી સામે આવ્યા, ત્યારે હવે ફરી ફેન્સ સોશિયલ મીડિયા પર આ પ્રકારની વાતો શેર કરી રહ્યા છે. જો કે, 2018માં, હાર્દિકે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તેણે તેની બધી સંપત્તિ માતાના નામે રાખી છે, કેમ કે તે ભવિષ્યમાં પોતાની કમાણીનો 50 ટકા હિસસો કોઇને આપવા માગતો નથી. તમને જણાવી દઇએ કે, નિયમો અને કાયદા હિસાબે, હાર્દિકે ભરણ-પોષણ તરીકે નતાશાને કેટલાક રકમ ચૂકવવી પડશે. પરંતુ એ રકમ કેટલી હશે તે અંગે હજુ સુધી કોઇ સત્તાવાર માહિતી નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp