RBIએ HDFCના વિલીનીકરણને આપી મંજૂરી, ગ્રાહકો અને શેર ધારકોને થઈ શકે છે લીલાલેર

RBIએ HDFCના વિલીનીકરણને આપી મંજૂરી, ગ્રાહકો અને શેર ધારકોને થઈ શકે છે લીલાલેર

07/05/2022 Business

SidhiKhabar

SidhiKhabar

RBIએ HDFCના વિલીનીકરણને આપી મંજૂરી, ગ્રાહકો અને શેર ધારકોને થઈ શકે છે લીલાલેર

લાંબી પ્રક્રિયા બાદ એચડીએફસી લિમિટેડ અને એચડીએફસી બેંકના વિલીનીકરણનો રસ્તો સાફ થઈ ગયો છે. એચડીએફસી બેંક દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે, તેની મૂળ કંપની એચડીએફસી લિમિટેડ સાથે મર્જરના પ્રસ્તાવ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મંજૂરી મળી ગઈ છે.


BSE અને NSE પહેલેથી જ મંજૂર છે

BSE અને NSE પહેલેથી જ મંજૂર છે

બેંકે કહ્યું, 'HDFCને RBIનો 4 જુલાઈ, 2022નો પત્ર મળ્યો છે. આમાં આરબીઆઈએ પ્લાન માટે પોતાનું 'નો ઓબ્જેક્શન' (NOC) આપ્યું છે અને આ માટે તેમાં કેટલીક શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મર્જર માટે ચોક્કસ વૈધાનિક અને નિયમનકારી મંજૂરીની જરૂર પડશે. તમને જણાવી દઈએ કે સપ્તાહની શરૂઆતમાં BSE અને NSE તરફથી પ્રસ્તાવિત મર્જર(વિલીનીકરણ) માટે મંજૂરી મળી હતી.


18 લાખ કરોડની સંયુક્ત બેઝ એસેટ હોવી જોઈએ

18 લાખ કરોડની સંયુક્ત બેઝ એસેટ હોવી જોઈએ

તમને જણાવી દઈએ કે, લગભગ $40 બિલિયનના આ અધિગ્રહણ સાથે, નાણાકીય સેવા ક્ષેત્રની એક મોટી કંપની અસ્તિત્વમાં આવશે. એચડીએફસી અને એચડીએફસી બેંકના વિલીનીકરણ સાથે, કંપની નવા અસ્તિત્વમાં આવશે. સૂચિત એકમની સંયુક્ત સંપત્તિનો આધાર આશરે રૂ. 18 લાખ કરોડ હશે.


ગ્રાહકો પર શું અસર થશે?

ગ્રાહકો પર શું અસર થશે?

HDFC અને HDFC બેંકના મર્જરની અસર ગ્રાહકો અને શેરધારકો બંને પર પડશે. દરેક HDFC શેરધારકને HDFCના 25 શેર માટે HDFC બેંકના 42 શેર મળશે. HDFCના હાલના શેરધારકો HDFC બેંકમાં 41 ટકા હિસ્સો ધરાવશે. આ પછી, HDFC બેંકની સંપૂર્ણ માલિકી જાહેર શેરધારકોના હાથમાં રહેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top