ભાજપમાં જોડાવા માટે કરવામાં આવી રહ્યું છે દબાણ જો તે ભાજપમાં નહીં જોડાય તો..'AAP નેતા આતિશીનો મોટો દાવો
Delhi Excise Policy Case: દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા આતિશી માર્લેનાએ મંગળવારે મોટો દાવો કર્યો છે.દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડીને 15 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. મુખ્યમંત્રી કેજરીવાલને હવે તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે આજે દિલ્હીના મંત્રી અને AAP નેતા આતિશીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે ઘણા સ્ફોટક ખુલાસા કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે
દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા આતિશી માર્લેનાએ મંગળવારે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે તેમને ભાજપમાં જોડાવાની ઓફર કરવામાં આવી છે. જો તે ભાજપમાં નહીં જોડાય તો ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવશે. આતિશીએ કહ્યું કે આ ઓફર મને મારા નજીકના વ્યક્તિ દ્વારા આપવામાં આવી હતી. આ દરમિયાન આતિશીએ ઘણા વધુ ખુલાસા કર્યા. આતિશીએ વધુમાં કહ્યું કે, તેઓ આમ આદમી પાર્ટી અને તેના તમામ નેતાઓને ખતમ કરવા માંગે છે. 'આગામી થોડા દિવસોમાં વધુ કેટલાક AAP નેતાઓની ધરપકડ કરવામાં આવશે.. મને, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢાને જેલમાં ધકેલી દેવામાં આવશે.
#WATCH | Delhi Minister and AAP leader Atishi says, "BJP through one of my close aides approached me to join their party to save my political career and If I do not join the BJP then in the coming one month I will be arrested by ED..." pic.twitter.com/Q1PRwZbm2C — ANI (@ANI) April 2, 2024
#WATCH | Delhi Minister and AAP leader Atishi says, "BJP through one of my close aides approached me to join their party to save my political career and If I do not join the BJP then in the coming one month I will be arrested by ED..." pic.twitter.com/Q1PRwZbm2C
તમને જણાવી દઈએ કે આતિશીએ ગઈકાલે એટલે કે સોમવારે જ આ ખુલાસાની માહિતી આપી હતી. સીએમ અરવિંદ કેજરીવાલને જેલ મોકલવામાં આવ્યા બાદ આતિષીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે તે મંગળવારે 10 વાગે મોટો ખુલાસો કરશે. તમને જણાવી દઈએ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
હાલ કેજરીવાલ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. ગઈ કાલે જ્યારે કેજરીવાલ દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટમાં હાજર થયા ત્યારે કેજરીવાલની પત્ની ઉપરાંત આતિશી અને સૌરભ ભારદ્વાજ પણ કોર્ટમાં હાજર હતા. સુનાવણી દરમિયાન EDએ કોર્ટને જણાવ્યું કે પૂછપરછ દરમિયાન કેજરીવાલે આતિશી અને સૌરભ ભારદ્વાજનો ઉલ્લેખ કર્યો. કેજરીવાલે કહ્યું કે વિજય નાયરે તેમને નહીં પરંતુ આતિશી અને સૌરભને જાણ કરી હતી. આ બંને નામો સામે આવ્યા બાદ રાજકારણ વધુ તેજ બન્યું છે. ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપે કેજરીવાલ પર જોરદાર નિશાન સાધ્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp