કેન્યા: ફાયનાન્સ બિલના વિરોધમાં સંસદભવન સળગાવી દેવાયું! 10 ના મોત! પ્રદર્શનકારીઓ સંસદમાં ઘૂસ્યા

કેન્યા: ફાયનાન્સ બિલના વિરોધમાં સંસદભવન સળગાવી દેવાયું! 10 ના મોત! પ્રદર્શનકારીઓ સંસદમાં ઘૂસ્યા!

06/26/2024 World

SidhiKhabar

SidhiKhabar

કેન્યા: ફાયનાન્સ બિલના વિરોધમાં સંસદભવન સળગાવી દેવાયું! 10 ના મોત! પ્રદર્શનકારીઓ સંસદમાં ઘૂસ્યા

Kenya protest: કેન્યામાં ફાઇનાન્સ બિલના વિરોધમાં મંગળવારે સંસદમાં પ્રદર્શનકારીઓએ પ્રવેશ કર્યો હતો. ઉપદ્રવીઓએ અહીં હંગામો મચાવ્યો હતો. સંસદના એક ભાગને પણ આગ ચાંપવામાં આવી હતી. વિરોધીઓના ગુસ્સાને જોઈને સાંસદો ગૃહ છોડીને ભાગી ગયા હતા. આ પહેલા સોમવારે પણ સુરક્ષાદળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘણી અથડામણ થઈ હતી. આ અથડામણમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે.


બ્રેડ અને વાહનો પર સરકારે વેટ લાદ્યો, અને તોફાનો ભડક્યા

બ્રેડ અને વાહનો પર સરકારે વેટ લાદ્યો, અને તોફાનો ભડક્યા

કેન્યા સરકારે બ્રેડ પર 16 ટકા વેટ અને મોટર વાહનો પર 2.5 ટકા વેટ લાદ્યો છે. જેના વિરોધમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. મંગળવારે આ પ્રદર્શનકારીઓએ નૈરોબીમાં સંસદમાં બળજબરીથી પ્રવેશ કર્યો હતો. અહીં પ્રદર્શનકારીઓએ સંસદ ભવનનાં એક ભાગમાં આગ પણ લગાવી દીધી હતી. વિરોધીઓ સંસદમાં પ્રવેશતાની સાથે જ તમામ સાંસદો ગૃહમાંથી ભાગી ગયા હતા.

કેન્યાના લોકો મંગળવારે તરત જ ગુસ્સે થઈ ગયા જ્યારે તેમને સમાચાર મળ્યા કે સંસદમાં બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ પછી વિરોધીઓ અચાનક બેકાબૂ બની ગયા અને સંસદમાં ઘૂસી ગયા. ગુસ્સે ભરાયેલા લોકોએ સંસદના એક ભાગમાં આગ લગાવી દીધી હતી. આ પછી સાંસદો ત્યાંથી ચાલ્યા ગયા. જ્યારે કેટલાક સાંસદ પ્રદર્શનકારીઓમાં ફસાઈ ગયા તો સુરક્ષાકર્મીઓએ તેમને બહાર કાઢ્યા.


દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ: માનવ અધિકાર પંચે વીડિયો જાહેર કર્યો છે

દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ: માનવ અધિકાર પંચે વીડિયો જાહેર કર્યો છે

પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘણી અથડામણ થઈ હતી. જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. તેમની માંગ એવી હતી કે સાંસદોએ વિવાદાસ્પદ ફાઇનાન્સ બિલની વિરુદ્ધ મતદાન કરવું જોઈએ. છેલ્લા બે અઠવાડિયાથી આ પ્રદર્શનો ચાલી રહ્યા છે. જોકે, સોમવાર અને મંગળવારે દેખાવો હિંસક બની ગયા હતા. આ દરમિયાન સુરક્ષાકર્મીઓ અને દેખાવકારો વચ્ચે ઘણી અથડામણ પણ થઈ હતી. આમાં 10 લોકોના મોતના સમાચાર છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે.

કેન્યાના માનવાધિકાર પંચે મંગળવારે વિરોધીઓ પર ગોળીબાર કરતા અધિકારીઓનો વીડિયો શેર કર્યો અને કહ્યું કે તેઓને જવાબદાર ગણવામાં આવશે. X પર રાષ્ટ્રપતિ વિલિયમ રુટોને સંબોધતા, કમિશને લખ્યું, વિશ્વ તમને જુલમ તરફ આગળ વધતા જુએ છે! તમારી સરકારના પગલાં લોકશાહી પર હુમલો છે. ગોળીબારમાં પ્રત્યક્ષ કે આડકતરી રીતે સંડોવાયેલા તમામને જવાબદાર ઠેરવવા જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top