Gujarat Monsoon: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ખાબકશે ભારે વરસાદ! હવામાન વિભાગનું એલર્ટ! અંબાલાલે ક

Gujarat Monsoon: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ખાબકશે ભારે વરસાદ! હવામાન વિભાગનું એલર્ટ! અંબાલાલે કહ્યું કડાકા-ભડાકા થશે

07/04/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat Monsoon: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ખાબકશે ભારે વરસાદ! હવામાન વિભાગનું એલર્ટ! અંબાલાલે ક

Gujarat Monsoon Forecast: રાજ્યના ત્રણ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. આ ત્રણેય જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે આપી છે.  અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કહી છે કે, આવનારા 24 કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ (Rain Forecast) પડશે.


શું છે મોસમ વિભાગની આગાહી

શું છે મોસમ વિભાગની આગાહી

સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે આપી છે.  અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ  વરસાદનું યલો એલર્ટ છે.  તો પ્રવાસન સ્થળ દીવમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા,સાબરકાંઠામાં  વરસાદ વરસી શકે છે. તો ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, પંચમહાલ અને દાહોદમાં વરસાદની શક્યતા છે. કચ્છ-સૌરાષ્ટ્રના જિલ્લામાં આજે બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે.  કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં  પણ વરસાદનું અનુમાન છે.


શું કહે છે મોસમ નિષ્ણાંત અંબાલાલ?

શું કહે છે મોસમ નિષ્ણાંત અંબાલાલ?

અંબાલાલ પટેલે આગાહી કહી છે કે, આવનારા 24 કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ (Rain Forecast) પડશે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પંચમહાલના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. પંચમહાલ વિસ્તારમાં વધુ પ્રમાણમાં વરસાદ પડવાની આગાહી છે. 7 જુલાઈ સુધીમાં સમગ્ર રાજ્યમાં વીજળીના ચમકારા સાથે વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. રથયાત્રાના દિવસે રાજ્યના કેટલાક શહેરોમાં છૂટાછવાયા વરસાદી છાંટા પડવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણની સિસ્ટમ બનવાની સંભાવના છે, જેના કારણે 8થી 14 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top