કોઈ રસ્તો નહોતો, જીવ બચાવવાનો હતો.., 20 ફૂટથી કૂદી 8 મહિનાની પ્રેગ્નેન્ટ મહિલા, પછી..
સામાન્ય રૂપે ડૉક્ટર ગર્ભવતી મહિલાઓને સલાહ આપે છે કે તેઓ ભાગદોડવાળા કે ભારે કામ ન કરે. એ સિવાય સૂવાની રીતોથી લઈને પગથિયાં ચઢવામાં પણ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. માતાઓ તેનો ખાસ ખ્યાલ પણ રાખે છે, પરંતુ એ પણ સત્ય છે કે દરેક પસ્થિતિમાં બાળક માટે માતાના ગર્ભથી વધારે સુરક્ષિત જગ્યા હોય જ નહીં શકે. તેનું એક એવું ઉદાહરણ જોવા મળ્યું છે, જેની કલ્પના માત્રથી જ રૂવાડા ઊભા થઈ જાય છે.
મિશિગનની એક 26 વર્ષીય મહિલા Rachel Standfestએ પોતાની છોકરી Brynleeના પહેલા જન્મદિવસ પર તેની સાથે જોડાયેલો જે કિસ્સો શેર કર્યો છે તે વિશ્વાસથી બહાર છે. તેણે જણાવ્યું કે, જ્યારે તે 8 મહિનાની ગર્ભવતી હતી તો અચાનક અડધી રાત્રે ઘરમાં આગ લાગી ગઈ. અડધી રાત્રે ખબર નહીં કેમ મને લાગ્યું કે જરા પગથિયાં ચેક કરું. જોયું તો ત્યાં ધુમાડો નીકળી રહ્યો હતો. મેં મેં દોડી પતિ ટ્રેવીસને ઉઠાડ્યો અને પોતાની માતાને ફોન કર્યો. અંતિમ વસ્તુ જે મને યાદ છે તે એ કે ટ્રેવીસે બારી તોડી અને રોડ પર ઊભી મારી માતા અમને બહાર નીકળવા કહી રહી હતી.
ટ્રેવીસ મને બારીમાંથી ઉતરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ અમે બીજા માળે હતા અને 20 ફૂટ નીચે ઉતરવાનું હતું. જિંદગી-મોતની સ્થિતિ હતી અને હું સમજી ચૂકી હતી કે જીવતા રહેવું હોય તો કૂદવું પડશે. હું કૂદી ગઈ, જેનાથી મારું માથું ફ્રેક્ચર થઈ ગયું. બીજી તરફ ટ્રેવીસ આગથી થતો નીચે ઉતર્યો. તેનાથી પહેલા આગથી રચેલને પણ ખૂબ ઇજા થઇ ચૂકી હતી. બંનેને ઇમરજન્સીમાં હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા અને રચેલનું ઓપરેશન કરવું પડ્યું. રચેલે કહ્યું કે, થર્ડ ડિગ્રી બર્ન છતા ડૉક્ટરોને મારું ઓપરેશન કરવું પડ્યું. 15-20 સેકન્ડની અંદર મારી દીકરીનો જન્મ થયો. છતાં સ્થિતિ નાજુક હતી. તેમની દીકરી ચમત્કારિક રૂપે સ્વસ્થ જન્મી અને તેને આગથી કે તેની માતાના 20 ફૂટથી નીચે પડવાના કારણે કંઇ થયું નહોતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp