એક એવું ઘર કે જ્યાં નથી વીજળી નું કનેક્શન કે નથી પાણી કે નથી ગટરનું કનેક્શન, જાણો એક અનોખો ઘર વિશે
સુરત ડેસ્ક : સુરતમાં એક ઘર છે જેમાં કોઈપણ પ્રકારના કનેક્શન નથી. જેવાકે વીજળી, પાણી કે ગટર છતાં પણ આખું વર્ષ ત્યાં બધું જ નોર્મલ ચાલે છે. આજે આમે એક એવા ઘરની વાત કરીશું જે જાણીને તમને વિશ્વાસ નહિ આવે. સુરતનું આ ઘર 3.5 હેકટરના વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. આ ઘર એટલે "ડાયમંડ સીટી" "માનવસર્જિત જંગલ" સુરતમાં આવેલું છે. જે જંગલ નહિ પણ વાસ્તવમાં ઘર છે. ઘરની ફરતે એટલી વનસ્પતિનું વાવેતર કર્યું કે કોઈને પણ તે જંગલજ લાગે.
આ ઘરની ફેસિલિટી એટલી જોરદાર છે કે જે જાણીને ભલભલા આચર્યચકિત થઈ જાય છે. 20 વર્ષ પહેલાં રોપેલાં છોડ હાલમાં મોટા મોટા વૃક્ષ બની ગયા છે. આ ઘરના માલિક સ્નેહલભાઈ પટેલ છે. હાલો જાણીએ ઘરની કેટલીક અજાણી વાતો.
ઘરની ડિઝાઈન એવી રીતે બનાવવામાં આવી છે કે બહારનું ટેમ્પરેચર અને ઘરની અંદરનું ટેમ્પરેચરમાં 4 થી 5 ડિગ્રીનો તફાવત જોવા મળે છે. જેનું રિઝન એ છે કે ઘરની ચારેય બાજુ ગ્રીનરી છે અને ઘરના છત પર પણ વેલ ચડાવી દીધી છે એટલે ઘર પર ડાયરેકટ સનલાઈટ નથી લાગતો. આ ઉપરાંત ઘરની જે દીવાલ છે તે હોલો વોલ છે. હોલો વોલ એટલે દીવાલમાં બે ઈટ વચ્ચે જગ્યા હોય મતલબ ત્યાં હવા ભરાય છે જે બહારનું તાપમાન અંદર આવતા અટકાવે છે. બહારની બાજુ ગમે તેટલો તડકો લાગે તે અંદરની બાજુ તેની અસર થતી નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp