લગ્નને દોઢ મહિનો થયો અને અલ્ટ્રાસાઉન્ડમાં ખબર પડી પત્ની 4 મહિનાની ગર્ભવતિ છે

લગ્નને દોઢ મહિનો થયો અને અલ્ટ્રાસાઉન્ડમાં ખબર પડી પત્ની 4 મહિનાની ગર્ભવતિ છે

06/20/2022 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

લગ્નને દોઢ મહિનો થયો અને અલ્ટ્રાસાઉન્ડમાં ખબર પડી પત્ની 4 મહિનાની ગર્ભવતિ છે

ઉત્તર પ્રદેશ ડેસ્ક : ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં કોલ્હુઈ થાણા ક્ષેત્રના એક ગામમાં નવ પરિણીતાની તબિયત બગડ્યા પછી અલ્ટ્રાસાઉન્ડમાં ચોંકાવનારી વાત સામે આવી છે. લગ્નના દોઢ મહિના પછી જ આ પરિણીતા 4 મહિનાની ગર્ભવતી નીકળી હતી. આ બાબતે ગામના યુવકે કોલ્હુઈ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી પોતાનું દુઃખ વ્યક્ત કયું હતું.

પીડિત યુવકે કહ્યું કે ગામમાં રહેતા સગાસંબંધીઓ દ્વારા દોઢ મહિના પહેલા જ એના લગ્ન બાજુના જિલ્લામાં રહેતી એક યુવતી સાથે થયા હતા, પરંતુ સારી રીતે લગ્ન સંસાર માંડતા પહેલા જ તે છેતરપિંડીનો શિકાર થઇ જતા તે ગુસ્સે થઇ ગયો. તેણે કહ્યું કે લગ્નના દોઢ મહિના થયા છે અને તેની પત્ની 4 મહિનાની ગર્ભવતી છે.


યુવતીને પેટ માં દુખાવો થયો અને ભાંડો ફૂટ્યો

યુવતીને પેટ માં દુખાવો થયો અને ભાંડો ફૂટ્યો

સાસરાવાળાને આ આખા મામલાની જાણ ત્યારે થઇ, જ્યારે લગ્નના થોડા દિવસો પછી છોકરીને અચાનક પેટમાં દુખાવો થયો. સાસરાવાળાએ તેને દવા આપી પણ છોકરીને કોઈ રાહત થઇ હતી નહીં. ત્યારબાદ ગભરાયેલા સાસરેવાળા છોકરીને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર કોલ્હુઈ લઇ ગયા હતા. જ્યાં ડૉક્ટરો દ્વારા છોકરી ગર્ભવતી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી.


ગર્ભવતી જાહેર થતાં છોકરો યુવતીને તેના ઘરે પછી મોકલી દીધી.

ગર્ભવતી જાહેર થતાં છોકરો યુવતીને તેના ઘરે પછી મોકલી દીધી.

અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ આવ્યા બાદ છોકરીના ગર્ભવતી હોવાની વાત સિદ્ધ થઇ ગઈ. ત્યારબાદ સાસરાવાળાએ છોકરીના પરિવારવાળાને જાણ કરી કે તેમની દીકરી 4 મહિનાથી ગર્ભવતી છે, આ સાંભળ્યા બાદ પરિવારના લોકો ગુસ્સે થઇ ગયા અને બંને પરિવારો વચ્ચે દલીલ થવા લાગી. બીજીવાર અલ્ટ્રાસાઉન્ડ કરાવતા પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 


પોલીસે કહ્યું કેસની ઝડપથી તપાસ કરીશું.

પોલીસે કહ્યું કેસની ઝડપથી તપાસ કરીશું.

મામલો વધારે બગાડતા પીડિત પક્ષથી છોકરો અને તેના ઘરવાળાએ કોલ્હુઈ પોલીસમાં અરજી આપી છોકરીના મા-બાપ અને એના સગાસંબંધી પર આરોપ લગાવ્યો કે આ લોકોને પહેલાથી ખબર હતી કે છોકરી ગર્ભવતી છે, પરંતુ એ વાતની જાણ અમને ના કરતા અમારી સાથે છેતરપિંડી કરી છે.

છોકરાએ કોલ્હુઈ પોલીસને છેતરપિંડીના ગુનામાં આ ત્રણેય પર ગંભીર કાર્યવાહી કરવાની માગ કરી છે અને છોકરીને એના માતા-પિતાને સુપરત કરવાની અરજી કરી છે. આ કેસમાં કોલ્હુઈના થાણા અધ્યક્ષ અભિષેક સિંહે કહ્યું કે પોલીસ આ કેસની ઝડપથી તપાસ કરી રહી છે. પીડિત યુવક દ્વારા પોલીસને અરજી આપ્યા બાદ પોલીસ હવે આ કેસની ઝડપથી તપાસ કરવા લાગી ગઈ છે. આ સંબંધમાં થાણા અધ્યક્ષ અભિષેક સિંહે કહ્યું મામલો પતિ અને પત્ની વચ્ચેનો છે. જેથી આ કેસની સમજદારીપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. હાલ બંને પતિ-પત્ની એકસાથે રહે છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top