લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું મોટું એલાન ' મનરેગા શ્રમિકોના વેતન દરમાં વધારો! જાણો કેટલા ટકા વધારો કરવામાં આવ્યો?
MGNREGA Wage Rates: લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 'મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના' (MGNREGA) હેઠળ કામ કરનારા શ્રમિકોને મોટી ભેટ આપી છે. આગામી લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024) પહેલા મોટું એલાન કરતા સરકારે મનરેગા શ્રમિકોના વેતન દરમાં વધારો કરી દીધો છે. એલે કે, હવે મનરેગા શ્રમિકોને વધુ પૈસા મળશે. આ સબંધે આજે નોટિફિકેશન જારી કરીને જાણકારી આપવામાં આવી છે.
PM મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર દ્વારા લોકસભા ચૂંટણી રહેલા નાણાકીય વર્ષ 2023-25 માટે વેતન દરોમાં આ વધારો 1 એપ્રિલ, 2024 થી લાગુ કરવામાં આવશે. સરકારી નોટિફિકેશન પર નજર કરીએ તો ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં વેતન દરમાં સૌથી ઓછો 3%નો વધારો કરવામાં આવ્યો છે જ્યારે ગોવામાં વેતન દરમાં સૌથી વધુ 10.6%નો વધારો કરવામાં આવ્યો છે. ગોવામાં જ્યાં વેતન દરમાં પ્રતિદિન 34 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તો બીજી તરફ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં વેતન દરમાં પ્રતિ દિવસ 7 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
The Centre Govt has notified new wage rates under the #MGNREGA for FY25. I welcome the revised rates and increase in wages for workers in Punjab and thank PM Sh. @narendramodi Ji for thinking about the workers community.@BJP4India @BJP4Punjab @saudansinghbjp @manthriji… pic.twitter.com/ArtIiLP50v — Arvind Khanna (Modi Ka Parivar) (@arvindkhannaoff) March 28, 2024
The Centre Govt has notified new wage rates under the #MGNREGA for FY25. I welcome the revised rates and increase in wages for workers in Punjab and thank PM Sh. @narendramodi Ji for thinking about the workers community.@BJP4India @BJP4Punjab @saudansinghbjp @manthriji… pic.twitter.com/ArtIiLP50v
મનરેગા (MGNREGA) પ્રોગ્રામની શરૂઆત વર્ષ 2005માં ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. આ રોજગાર ગેરંટી યોજના છે અને તેના હેઠળ સરકાર લઘુત્તમ વેતન નક્કી કરે છે જેના પર ગ્રામીણ વિસ્તારોમાં લોકોને કામ પર રાખવામાં આવે છે. જેમાં તળાવો ખોદવા, ખાડા ખોદવાથી લઈને ગટર બનાવવા સુધીના કામ સામેલ છે. તેમાં વર્ષમાં 100 દિવસની રોજગારીની ગેરેંટી આપવામાં આવે છે.
TMC નેતા સાકેત ગોખલેએ સરકારના આ નિર્ણય અંગે કહ્યું કે આ શરમજનક છે અને ચોંકાવનારી બાબત એ છે કે આજે મનરેગા માટે જાહેર કરાયેલ વેતન સુધારણામાં મોદી સરકારે બંગાળમાં શ્રમિકો માટે વેતનમાં માત્ર 5%નો વધારો કર્યો છે. તેની તુલનામાં અન્ય રાજ્યોમાં કરવામાં આવેલો વધારો ઘણો છે. તેમણે કહ્યું કે 7000 કરોડ રૂપિયાથી વધુના બાકી મનરેગા વેતન રોક્યા બાદ બંગાળ વિરોધી ભાજપે ફરીથી પશ્ચિમ બંગાળના લોકોને 5% વેતન વધારા સાથે સજા આપીને નિશાન બનાવવાનો આશરો લીધો છે જ્યારે ભાજપ શાસિત રાજ્યોને 10% સુધીનો વેતન વધારો મળ્યો છે. આ બંગાળ પ્રત્યે ભાજપની નફરતનું વધુ એક ઉદાહરણ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp