એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને 228 રનથી આપી ભુંડી હાર, જાણો કોણ છે એ જીતના હીરો

એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને 228 રનથી આપી ભુંડી હાર, જાણો કોણ છે એ જીતના હીરો

09/12/2023 Sports

SidhiKhabar

SidhiKhabar

એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને 228 રનથી આપી ભુંડી હાર, જાણો કોણ છે એ જીતના હીરો

એશિયા કપના સુપર-4માં ભારતે પાકિસ્તાનને 228 રને હરાવ્યું. વરસાદના કારણે વિક્ષેપિત થયેલી મેચ બે દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી. મેચ રવિવાર (10 સપ્ટેમ્બર)ના રોજ શરૂ થઈ હતી, પરંતુ વરસાદને કારણે પૂર્ણ થઈ શકી ન હતી. ભારતે 24.1 ઓવરમાં રમત બંધ થતાં સુધીમાં 147 રન બનાવી લીધા હતા. સોમવાર મેચનો રિઝર્વ ડે હતો. આગળ રમતા ભારતીય ટીમે 50 ઓવરમાં 356 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 32 ઓવરમાં આઠ વિકેટે 128 રન જ બનાવી શકી હતી. નસીમ શાહ અને હરિસ રઉફ ઈજાના કારણે બેટિંગ કરી શક્યા ન હતા. આ રીતે ટીમ ઈન્ડિયા 229 રનથી જીતી ગઈ.


ભારતે બનાવ્યા હતા 356 રન

ભારતે બનાવ્યા હતા 356 રન

એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને જીતવા 357 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રિઝર્વ ડે પર ભારતના વિરાટ કોહલી અને કેએલ રાહુલે પાકિસ્તાનના બોલરોને વિકેટ લેવા તરસાવ્યા હતા. બંને બેટ્સમેનોએ ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 356 રન સુધી પહોંચાડ્યો હતો. વિરાટ કોહલી 94 બોલમાં 122 રન અને કેએલ રાહુલ 106 બોલમાં 111 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.


ભારતની જીતના હીરો

ભારતની જીતના હીરો

વિરાટ કોહલીઃ આ મેચમાં વિરાટ કોહલીએ 94 બોલમાં અણનમ 122 રન બનાવ્યા હતા. જેમાં 9 ચોગ્ગા અને 3 સિક્સર સામેલ હતી.

કેએલ રાહુલઃ 5 મહિના બાદ મેદાન પર વાપસી કરતાં કેએલ રાહુલે  અણનમ 111 રન બનાવ્યા હતા. જેમાં 12 ચોગ્ગા અને 2 સિક્સલ સામેલ હતી.

કુલદીપ યાદવઃ ચાઈનામેન કુલદીપ યાદવે 25 રનમાં 5 વિકેટ લીધી હતી. પાકિસ્તાનની પડેલી 8માંથી 5 વિકેટ કુલદીપના ફાળે ગઈ હતી, જેના પરથી તેની કાતિલ બોલિંગનો અંદાજ લગાવી શકાય છે.

આ સિવાય કેપ્ટન રોહિત શર્માએ 56 રન અને શુભમન ગિલ 58 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે બોલિંગમાં જસપ્રીત બુમરાહે 18 રનમાં 1 વિકેટ, હાર્દિક પંડ્યાએ 17 રનમાં 1 વિકેટ અને શાર્દુલ ઠાકુરે 16 રનમાં 1 વિકેટ ઝડપી હતી.


વન ડે એશિયા કપમાં સર્વોચ્ચ પાર્ટનરશિપનો રેકોર્ડ

233 રન * વિરાટ કોહલી – કેએલ રાહુલ, કોલંબો, 2023

231 રન – નવજોતા સિદ્ધુ- સચિન તેંડુલકર, શારજહાં, 1996

210 રન – શિખર ધવન – રોહિત શર્મા, દુબઈ, 2018

201 રન – રાહુલ દ્રવિડ – વિરેન્દ્ર સેહવાગ, કોચી, 2005


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top