ભારત સરકારે ખેડૂત આંદોલનની અનેક પોસ્ટ-એકાઉન્ટ બ્લોક કરાવ્યા..'એક્સના માલિક મસ્કએ ગંભીર આક્ષેપ

ભારત સરકારે ખેડૂત આંદોલનની અનેક પોસ્ટ-એકાઉન્ટ બ્લોક કરાવ્યા..'એક્સના માલિક મસ્કએ ગંભીર આક્ષેપ કર્યો..!

02/22/2024 National

SidhiKhabar

SidhiKhabar

ભારત સરકારે ખેડૂત આંદોલનની અનેક પોસ્ટ-એકાઉન્ટ બ્લોક કરાવ્યા..'એક્સના માલિક મસ્કએ ગંભીર આક્ષેપ

Posts Related to Farmer’s Protest : એલોન મસ્ક (Elon Musk)ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter)એ ખેડૂત આંદોલન સંબંધીત અનેક પોસ્ટો અને એકાઉન્ટ મામલે ભારત સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો છે. કંપનીએ દાવો કર્યો છે કે, ‘ખેડૂત સંબંધીત અનેક એકાઉન્ટ અને પોસ્ટ ભારત સરકારના આદેશ બાદ બ્લોક કરાયા છે, જેનાથી અમે સહમત નથી.’ આ મામલે કંપનીએ અભિવ્યક્તિની સ્વતંત્રતાની હિમાયત કરી છે.


ટ્વિટરે પોસ્ટ કરી ભારત સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો

ટ્વિટરે પોસ્ટ કરી ભારત સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો

સૂત્રોના જણાવ્યા મુજબ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે ગૃહમંત્રાલયની વિનંતી બાદ ખેડૂત આંદોલન (Farmers Protest) સંબંધીત 177 સોશિયલ મીડિયા એકાઉન્ટ અને વેબ લિંકને કામચલાઉ ધોરણે ‘બ્લોક’ કરવાનો આદેશ આપ્યો છે. હવે આ મામલે એક્સે એક પોસ્ટમાં જણાવ્યું છે કે, ‘ભારત સરકારે અમને આદેશ આપ્યો છે કે, એક્સે કેટલાક એકાઉન્ટો અને પોસ્ટ પર કાર્યવાહી કરવાની જરૂર છે, જે મોટા દંડ અને કેદ સહિત સંભવિત દંડને પાત્ર છે.

આ આદેશના પાલન મુજબ અમે આ એકાઉન્ટ્સ અને પોસ્ટ્સને માત્ર ભારતમાં જ બ્લોક કરીશું.’ આ સાથે કંપનીએ એમ પણ જણાવ્યું કે, ‘અમે આ કાર્યવાહીથી સહમત નથી અને અમારું માનવું છે કે, આ પોસ્ટ અભિવ્યક્તિની સ્વતંત્રતાના દાયરામાં આવવી જોઈએ.’



Xએ સરકારી આદેશને સાર્વજનિક કરવાની માંગ કરી

Xએ સરકારી આદેશને સાર્વજનિક કરવાની માંગ કરી

એક્સે પોસ્ટમાં વધુમાં જણાવ્યું કે, ‘પારદર્શિતા જાળવવા તેઓ આદેશનો સાર્વજનિક કરે. કાયદાકીય જવાબદારીઓના કારણે અમે સરકારી આદેશને પબ્લિશ ન કરી શકીએ, પરંતુ અમારું માનવું છે કે, પારદર્શિતા જાળવવા માટે તે પબ્લિશ કવું જરૂરી છે. આવી બાબત જાહેર ન કરવાથી જવાબદારીનો અભાવ થઈ શકે છે અને મનમાની રીતે નિર્ણય લેવામાં આવી શકે છે.’

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top