અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ધરપકડ, જાણો શું છે આરોપ

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ધરપકડ, જાણો શું છે આરોપ

03/20/2025 World

SidhiKhabar

SidhiKhabar

અમેરિકામાં ભારતીય  વિદ્યાર્થીની ધરપકડ, જાણો શું છે આરોપ

Indian student in US detained: અમેરિકાની જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થી બદર ખાન સૂરીની ધરપકડ કરવામાં આવી છે. તે ત્યાં પોસ્ટ ડૉક્ટોરેટ ફેલો હતો અને હવે તેને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવશે. ખાનના વકીલના જણાવ્યા અનુસાર, સોમવારે રાત્રે વર્જિનિયા સ્થિત તેમના નિવાસસ્થાનેથી તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલિટિકોના અહેવાલ મુજબ, કેટલાક માસ્ક પહેરેલા એજન્ટ તેમની ધરપકડ કરવા પકડવા પહોંચ્યા. ધરપકડના કાગળો અનુસાર, આ એજન્ટોએ પોતાને ગૃહ સુરક્ષા વિભાગના અધિકારીઓ તરીકે ઓળખાવ્યા હતા અને ખાનને જાણ કરી હતી કે સરકારે તેના વિઝા રદ કરી દીધા છે.


સૂરીના વકીલે કહી આ વાત

સૂરીના વકીલે કહી આ વાત

ખાનની મુક્તિ માટે દાખલ કરવામાં આવેલી અરજીમાં સૂરીના વકીલ હસન અહેમદે દલીલ કરી છે કે તેની ધરપકડનું કારણ તેની પત્ની પેલેસ્ટિનિયન મૂળની અમેરિકન નાગરિક છે. વકીલનું કહેવું છે કે સરકારને શંકા છે કે સૂરી અને તેની પત્ની ઇઝરાયલ પ્રત્યે અમેરિકાની વિદેશ નીતિના વલણનો વિરોધ કરે છે, જેના કારણે તેમને નિશાન બનાવવામાં આવ્યા છે.

સૂરી પર પેલેસ્ટિનિયન સંગઠન હમાસને પ્રોત્સાહન આપવાનો આરોપ છે, જેને અમેરિકા દ્વારા આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, તેના પર જાણીતા અથવા શંકાસ્પદ આતંકવાદી સાથે નજીકના સંબંધો હોવાનો પણ આરોપ છે.


ગૃહ સુરક્ષા વિભાગે એક નિવેદનમાં આ વાત કહી

ગૃહ સુરક્ષા વિભાગે એક નિવેદનમાં આ વાત કહી

ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના આસિસ્ટન્ટ સેક્રેટરી ટ્રિશિયા મેકલોફલિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, 'સૂરી જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થી હતો અને ત્યાં હમાસનો પ્રચાર કરી રહ્યો હતો. તે સોશિયલ મીડિયા પર યહૂદી વિરોધી ભાવનાઓને પ્રોત્સાહન આપવામાં સક્રિય હતો.

સૂરીના એક જાણીતા અથવા શંકાસ્પદ આતંકવાદી સાથે ગાઢ સંબંધો છે જે હમાસના વરિષ્ઠ સલાહકાર છે. વિદેશ મંત્રીએ 15 માર્ચ, 2025ના રોજ એક આદેશ જાહેર કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે સૂરીની ગતિવિધિઓ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં તેની ઉપસ્થિતિ તેને INAની કલમ 237(a)(4)(C)(i) હેઠળ દેશનિકાલને પાત્ર બનાવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top