આકાશ ચોપરાએ ભારતના સ્ટાર ખેલાડીને આપી ચેતવણી, બોલ્યા- 'ઇંગ્લેન્ડ સામે એમ ન કર્યું તો...'

આકાશ ચોપરાએ ભારતના સ્ટાર ખેલાડીને આપી ચેતવણી, બોલ્યા- 'ઇંગ્લેન્ડ સામે એમ ન કર્યું તો...'

01/22/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

આકાશ ચોપરાએ ભારતના સ્ટાર ખેલાડીને આપી ચેતવણી, બોલ્યા- 'ઇંગ્લેન્ડ સામે એમ ન કર્યું તો...'

Aakash Chopra Warns Abhishek Sharma: વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ બાદ, ભારતીય ટીમ મેનેજમેન્ટ નવી T20 ટીમ તૈયાર કરવામાં વ્યસ્ત છે. ટૂંકા ફોર્મેટમાં, અભિષેક શર્મા એવા ખેલાડીઓમાંથી એક છે જેને ટોચના ક્રમમાં સતત તકો મળી છે, પરંતુ તે પોતાના પ્રદર્શનમાં નિરંતરતા લાવવામાં નિષ્ફળ રહ્યો છે. અભિષેક પાસે મેદાનની ચારે બાજુ શૉટ મારવાની ક્ષમતા છે અને જુલાઇ 2024માં તેણે ઝિમ્બાબ્વે સામે માત્ર 47 બૉલમાં સદી ફટકારી હતી. હવે પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ અભિષેકને લઇને મોટું નિવેદન આપ્યું છે.

આકાશ ચોપરાએ અભિષેક શર્માના ફોર્મ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, "અભિષેકના ફોર્મમાં ઉતાર-ચઢાવ આવ્યા છે. તેણે પોતાની કારકિર્દીની બીજી T20 મેચમાં ઝિમ્બાબ્વે સામે સદી ફટકારી હતી. તે પ્રતિભાથી ભરપૂર છે, પરંતુ તેના પ્રદર્શનમાં કોઇ સુધારો થયો નથી. મને લાગે છે કે આ તેની છેલ્લી તક છે. જો તે સારું કરશે તો તે શાનદાર રહેશે. તેણે આ 5 મેચમાં બધું જ કરી દેખાડવું પડશે.


આ કરો યા મરોની લડાઇ, નહિતર...

આ કરો યા મરોની લડાઇ, નહિતર...

આકાશ ચોપરાએ કહ્યું કે અભિષેક શર્માએ એ જ કામ કરવું પડશે જે સંજુ સેમસને છેલ્લી 3 મેચમાં કર્યું છે. જો આવું નહીં થાય તો યશસ્વી જાયસ્વાલ અથવા બીજું કોઇ તેનું સ્થાન લેશે. અભિષેક શર્માએ અત્યાર સુધીમાં T20 ક્રિકેટમાં 11 ઇનિંગ્સમાં 171.81 ના સ્ટ્રાઇક રેટથી 256 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઇક રેટ ખૂબ સારી છે, પરંતુ તેની એવરેજ 23.27 ચિંતાનો વિષય છે. અત્યાર સુધીમાં, અભિષેકે તેની T20 કારકિર્દીમાં એક સદી અને એક અડધી સદી ફટકારી છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20 શ્રેણીની વાત કરીએ તો, પહેલી મેચ 22 જાન્યુઆરીએ એટલે કે આજે કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. 5 મેચની શ્રેણીની આ પહેલી મેચ હશે. જ્યારે ભારત અને ઇંગ્લેન્ડ છેલ્લી વખત ઇડન ગાર્ડનમાં ટકરાયા હતા, ત્યારે ઈંગ્લેન્ડની ટીમ જીતી ગઇ હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top