ભારત- પાકિસ્તાનની મેચ રમાશે કે નહીં? કોલંબોમાં ફરી પાછો ધોધમાર વરસાદ, જાણો ક્યારે આવશે રિઝલ્ટ?

ભારત- પાકિસ્તાનની મેચ રમાશે કે નહીં? કોલંબોમાં ફરી પાછો ધોધમાર વરસાદ, જાણો ક્યારે આવશે રિઝલ્ટ?

09/11/2023 Sports

SidhiKhabar

SidhiKhabar

ભારત- પાકિસ્તાનની મેચ રમાશે કે નહીં? કોલંબોમાં ફરી પાછો ધોધમાર વરસાદ, જાણો ક્યારે આવશે રિઝલ્ટ?

ભારત પાકિસ્તાન વચ્ચેની એશિયા કપની સુપર-4ની મેચ રમાશે કે નહીં તે અંગે હવે મોટો સવાલ ઊભો થયો છે. ગઈ કાલે બે વાર ભારે વરસાદને કારણે મેચ રિઝર્વ ડેમાં મૂકાઈ હતી, જે આજે બપોરે 3 વાગ્યે શરુ થવાની હતી પરંતુ મેચ શરુ થતા પહેલા ફરી પાછો એવો જ ઘાટ થયો કે ધોધમાર વરસાદ શરુ થયો હતો જેને કારણે ક્રિકેટ મેનેજમેન્ટ પણ મૂંઝાયું છે હવે શું કરવું?

મુશળધાર વરસાદને કારણે 10 સપ્ટેમ્બરે ભારતીય દાવમાં માત્ર 24.1 ઓવર જ રમાઈ શકી હતી. આજે ભારતને 2 વિકેટે 147 રનના સ્કોર સાથે આગળ રમવાનું હતું પરંતુ ફરી પાછો વરસાદ શરુ થયો છે. રોહિત શર્મા અને શુભમન ગિલે ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી. રોહિતે 49 બોલમાં 56 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 4 સિક્સર અને 6 ફોર ફટકારી હતી. જ્યારે શુભમન ગિલે 52 બોલમાં 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી. હવે બાકીની ઓવરોમાં ભારતીય બેટ્સમેનો તરફથી વિસ્ફોટક રમતની આશા છે.


ક્યારે આવશે મેચનું પરિણામ

ક્યારે આવશે મેચનું પરિણામ

આ મેચનું પરિણામ ત્યારે જ ખબર પડશે જ્યારે પાકિસ્તાની ઇનિંગ્સમાં 20 ઓવરની રમત પૂરી થશે. અહીંથી, જો ભારત વધુ બેટિંગ કરવામાં અસમર્થ હોય અને 20 ઓવરની રમત રમાય તો પાકિસ્તાનને 181 રનનો લક્ષ્યાંક મળી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top