‘કારકિર્દીનો અંત વધુ દૂર નથી, કેએલ રાહુલે તેના કરિયરને લઇને કર્યો મોટો ખુલાસો, નિવૃત્તિની પ્લાનિંગ તૈયાર
ભારતીય ટીમના બેટ્સમેન કેએલ રાહુલનું કરિયર ઉતાર-ચઢાવ વાળું રહ્યું છે. ભારતની T20 ટીમમાંથી તેનું પત્તું કાપી દેવામાં આવ્યું છે. IPLમાં તેની કારકિર્દી પર પ્રશ્નાર્થ ચિન્હ દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં રાહુલે કહ્યું છે કે તે જાણે છે કે તેની કારકિર્દીનો અંત વધુ દૂર નથી. એક દિવસ તેણે સંન્યાસ લેવાનો જ છે અને ત્યારબાદ તે શું કરશે તેની પ્લાનિંગ શરૂ કરી દીધી છે. જ્યારે તે 30 વર્ષનો થયો તો તેને ખબર પડી કે તેની કારકિર્દી હવે મહત્તમ 10 વર્ષ સુધીની છે.
IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સનું પ્રતિનિધિત્વ કરનાર રાહુલે સ્વીકાર્યું કે ખેલાડીઓની કારકિર્દી વધું લાંબી હોતી નથી. તેણે નીતિન કામથના પોડકાસ્ટ પર કહ્યું, કોઈ અસુરક્ષા નથી, પરંતુ એક ભાવના છે કે આ બધું એક દિવસ સમાપ્ત થઈ જશે અને મારા માટે તે ખૂબ જ જલ્દી હશે. જો તમે ફિટ છો, તો તમે 40 વર્ષ સુધી રમી શકો છો. એમએસ ધોની 43 વર્ષની ઉંમરમાં પણ રમી રહ્યો છે, તમે IPL રમી શકો છો, પરંતુ આંતરરાષ્ટ્રીય નહીં. એ ડર અને માનવું છે કે ખેલાડીની જિંદગી ટૂંકી છે. તમારી પાસે જે સમય હોય છે, તમારે તેનો પૂરો ઉપયોગ કરવો પડે છે.
રાહુલે કહ્યું કે જ્યારે તે 30 વર્ષનો થયો તો એનઝાઇટીએ તેને ઘેરી લીધો. તેણે કહ્યું, મારા માટે જ્યારે હું 30 વર્ષનો થયો ત્યારે મને એનઝાઇટી હતી. હું અંત જોઈ શકતો હતો. હું 29 વર્ષનો હતો ત્યાં સુધીમાં હું કંઈ દેખાઇ રહ્યું નહોતું. મારા 30માં જન્મદિવસે કંઈક વિચિત્ર વસ્તું થઇ. હું જોઈ શકતો હતો કે મારી પાસે 10 વર્ષ છે, તેનાથી મને એનઝાઇટી મળી છે. મને પહેલીવાર એવું લાગ્યું કે એક દિવસ તેણે ખતમ થવાનું છે. મેં મારા જીવનમાં માત્ર ક્રિકેટ જ રમી છે અને તે પણ એ વિચાર્યા વિના કે તેનો એક દિવસ અંત થવાનો છે. હવે હું જોઈ શકું છું, અંત વધુ દૂર નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp