1 શેર પર એક શેર બોનસ આપશે આ કંપની, રેકોર્ડ ડેટની થઈ જાહેરાત, તારીખ ઓક્ટોબરમાં જ છે
Krishana Phoschem Limitedના પોઝિશનલ રોકાણકારો માટે ખૂબ જ સારા સમાચાર છે. કંપનીએ રોકાણકારોને 1 શેર પર 1 શેર બોનસ આપવાનો નિર્ણય લીધો છે. બોનસ શેર વહેંચવા જઈ રહેલી આ કંપનીએ રેકોર્ડ તારીખની જાહેરાત કરી દીધી છે. રોકાણકારોના નજરિયાથી સારી વાત છે કે Krishana Phoschem Limitedની રેકોર્ડ ડેટ ઓક્ટોબરમાં જ છે.
શેર બજારોને આપેલી જાણકારીમાં Krishana Phoschem Limitedએ જણાવ્યું કે, 1 શેર પર 1 શેર બોનસ આપવામાં આવશે. રેકોર્ડ તારીખ આ જ મહિનાની 25 તારીખ છે. કંપની તરફથી રેકોર્ડ તારીખની જાહેરાત 14 ઓક્ટોબર 2023ના રોજ કરી હતી. ઉલ્લેખનીય છે કે Krishana Phoschem Limitedના શેરોની કિંમત 500 રૂપિયાની આસપાસ જ છે.
છેલ્લા એક મહિના દરમિયાન Krishana Phoschem Limitedના શેરોની કિંમતોમાં 19 ટકા કરતા વધુની તેજી જોવા મળી છે. તો એક વર્ષ અગાઉ જે રોકાણકારોએ કંપનીના શેર ખરીદીને અત્યાર સુધી હોલ્ડ રાખ્યા હશે, તેમને 46 ટકાથી વધુનો ફાયદો થઈ ચૂક્યો છે. શુક્રવારે બજાર બંધ થવાના સમયે Krishana Phoschem Limitedના શેરોની કિંમત 501 રૂપિયા હતી. Krishana Phoschem Limitedએ આ વર્ષે યોગ્ય રોકાણકારોને એક શેર પર 50 પૈસાનું ડિવિડેન્ટ આપ્યું હતું. શેર બજારમાં કંપનીનું 52 વીક હાઇ લેવલ 559.40 રૂપિયા પ્રતિ શેર અને 52 વીક લો 336.05 રૂપિયા પ્રતિ શેર છે. ઉલ્લેખનીય છે કે, કંપનીની માર્કેટ કેપ 1,48,490.39 કરોડ રૂપિયાની છે.
Krishana Phoschem Limited વર્ષ 2004માં ઇનકોર્પોરેટ થઈ છે. કંપની ફર્ટિલાઇઝર અને કેમિકલ્સની મેન્યૂફેક્ચરિંગ કરી રહી છે. કંપનીને વર્ષ 2007માં ઓસ્ટવાલ ગૃપ દ્વારા અધિગ્રહિત કરવામાં આવી હતી. કંપનીની માર્કેટ કેપ 1,400 કરોડ રૂપિયાથી વધુ છે અને તેણે છેલ્લા 5 વર્ષમાં 101 ટકા CAGRનો સારો પ્રોફિટ ગ્રોથ આપ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp