ભ્રમમાં ન રહેશો આજે 2000નું મૂલ્ય ધરાવતી ગુલાબી ચલણી નોટ 4 દિવસ પછી નહીં પણ આવતીકાલથી જ બેકાર બ

ભ્રમમાં ન રહેશો આજે 2000નું મૂલ્ય ધરાવતી ગુલાબી ચલણી નોટ 4 દિવસ પછી નહીં પણ આવતીકાલથી જ બેકાર બની જશે

09/27/2023 Business

SidhiKhabar

SidhiKhabar

ભ્રમમાં ન રહેશો આજે 2000નું મૂલ્ય ધરાવતી ગુલાબી ચલણી નોટ 4 દિવસ પછી નહીં પણ આવતીકાલથી જ બેકાર બ

ભારતની સૌથી વધુ કિંમતની ચલણી નોટ એટલે કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર થઈ રહી છે. તેથી, જો તમારી પાસે હજી પણ આ નોટ છે તો તેને તરત જ બેંકમાં જમા કરો અથવા તેને બદલી લો અને અન્ય મૂલ્યની નોટો મેળવી લેવી જોઈએ. એક રિપોર્ટ અનુસાર લગભગ 24,000 કરોડ રૂપિયાની કિંમતની 2000 રૂપિયાની નોટો હજુ પણ બજારમાં છે. મતલબ કે લગભગ 7% નોટો હજુ પરત આવી નથી.સપ્ટેમ્બરના છેલ્લાં સપ્તાહમાં રજાઓ અને તહેવારો હોવાથી વહેલીતકે નોટ ન બદલનાર નુક્સાનીનો સામનો કરવા મજબુર બની શકે છે.


1 ઓક્ટોબરથી નોટનો અસ્વીકાર થશે?

ભારતીય રિઝર્વ બેંકે 19 મે 2023 ના રોજ ચલણમાંથી 2,000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ લોકોને આ નોટ બદલવા અથવા બેંકોમાં જમા કરાવવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર 1 સપ્ટેમ્બર સુધીમાં 93% થી વધુ એટલે કે લગભગ 3.56 ટ્રિલિયન રૂપિયાનો મોટો હિસ્સો બેંકમાં જમા થઈ ગયો છે. 1 સપ્ટેમ્બર સુધી 7% નોટ ચલણમાં બાકી છે.

આરબીઆઈના જણાવ્યા મુજબ 30 સપ્ટેમ્બર પછી પણ નોટો કાનૂની માન્ય હેશે પરંતુ તે વ્યવહારના હેતુઓ માટે સ્વીકારવામાં આવશે નહીં અને ફક્ત આરબીઆઈ સાથે જ બદલી શકાશે.


2000 ની નોટ બદલવા આજે છેલ્લી તક

હાલ સપ્ટેમ્બરનો આખરી સપ્તાહ ચાલી રહ્યો છે. આ સપ્તાહમાં ઘણા તહેવાર અને જાહેર રજા છે. 30 સપ્ટેમ્બર 2000 રૂપિયાની નોટ બદલવાની આખરી તારીખ હોવાથી આ બાબત ધ્યાનમાં લેવી જરૂરી છે. આજે નોટ બદલવાની છેલ્લી તક છે. આવતીકાલે ગુરુવારે અનંત ચૌદશે ગણેશ પ્રતિમાનું વિસર્જન હોવાથી રજા રહેશે.શુક્રવારે 29 સપ્ટેમ્બરે ઈદ -એ – મિલાદની રજા છે તો મહિનાના છેલ્લા દિવસ 30સપ્ટેમ્બરે half yearly closing હોવાથી બેન્ક બંધ રહેશે.


1,000 અને  500ની નોટોને રાતોરાત દૂર કરાઈ હતી

1,000 અને  500ની નોટોને રાતોરાત દૂર કરાઈ હતી

ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશના ભાગરૂપે કાનૂની ટેન્ડર તરીકે 1,000 અને રૂ. 500ની નોટોને રાતોરાત દૂર કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને પગલે અર્થતંત્રમાં પુનઃ મુદ્રીકરણ કરવા માટે નવેમ્બર 2016માં ગુલાબી રંગની રૂ. 2,000ની નોટ રજૂ કરવામાં આવી હતી. તે ટૂંક સમયમાં મૂલ્યનો પસંદગીનો સ્ટોર અને મોટા રોકડ સોદા માટે પસંદગીની નોટ બની હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top