સુરત: હાશ, મેટ્રોની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના ટળી, ખોદકામ વખતે માટી ધસી પડતા શ્રમિક..

સુરત: હાશ, મેટ્રોની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના ટળી, ખોદકામ વખતે માટી ધસી પડતા શ્રમિક..

11/28/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરત: હાશ, મેટ્રોની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના ટળી, ખોદકામ વખતે માટી ધસી પડતા શ્રમિક..

Major accident averted in Surat metro operation: થોડા મહિનાઓ અગાઉ નાના વરાછા વિસ્તારમાં કામગીરી દરમિયાન 2 મોટી અને હેવી ક્રેન દ્વારા મેટ્રો બ્રિજના પિલરને ઉપર ચઢાવવામાં આવી રહ્યો હતો. એ દરમિયાન એક ક્રેન વચ્ચેથી વળી જતા, બીજી ક્રેન પર બધો વજન આવી ગયો હતો. જેના કારણે બીજી ક્રેન ત્રાંસી થઈને પલટી મારી ગઈ હતી. હાઇડ્રોલિક ક્રેન પલટી મારવાની સાથે તેની સાથે હવામાં લટકતું હાઇડ્રોલિક મશીન બાજુના મકાન પર પડતા મકાનના આગળના ભાગને નુકસાન થયું છે. સદનસીબે આ મકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ થઇ નહોતી. ત્યારે હવે વધુ એક દુર્ઘટનાની માહિતી મળી રહી છે.


માટી ધસી પડતા એક શ્રમિક દબાયો હતો

માટી ધસી પડતા એક શ્રમિક દબાયો હતો

સુરતમાં મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન મેટ્રોની કામગીરીમાં મોટી દુર્ઘટના સર્જાતા સર્જાતા ટળી ગઇ હતી. ડુભાલ વિસ્તારમાં ખોદકામ કરતી વખતે માટી ધસી પડતા એક શ્રમિક નીચે દબાઇ ગયો હતો. ફાયર વિભાગની ટીમે સમયસર શ્રમિકને રેસ્ક્યૂ કરી બહાર કાઢી લેતા આબાદ બચાવ થયો હતો. મજૂરને તાત્કાલિક સારવાર હૉસ્પિટલમાં ખસેડાયવામાં આવ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top