Microsoftએ લોન્ચ કર્યું Copilot+PC, કંપનીનો દાવો MacBook Air M2થી 58 ટકા હશે ફાસ્ટ, જાણો કિંમત

Microsoftએ લોન્ચ કર્યું Copilot+PC, કંપનીનો દાવો MacBook Air M2થી 58 ટકા હશે ફાસ્ટ, જાણો કિંમત

05/21/2024 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

Microsoftએ લોન્ચ કર્યું Copilot+PC, કંપનીનો દાવો MacBook Air M2થી 58 ટકા હશે ફાસ્ટ, જાણો કિંમત

MicrosoftWindows PCની એક નવી કેટેગરીની જાહેરાત કરી છે, જેનું નામ Copilot+ છે. કંપનીએ તેણે એક સ્પેશિયલ ઇવેન્ટમાં લોન્ચ કર્યું છે. આ પર્સનલ કમ્પ્યુટર્સને વધુમાં વધુ AI ટાસ્કને હેન્ડલ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. તેના માટે કમ્પ્યૂટરમાં અલગથી NPU આપવામાં આવ્યું છે. Microsoftના CEO સત્યે નડેલાએ Copilot+PCને ઇન્ટ્રોડ્યૂસ કર્યું. તેમણે કહ્યું કે, તે અત્યાર સુધીના સૌથી ફાસ્ટ ઇન્ટેલિજેન્ટ Windows PC છે. તેના માટે કંપનીએ PC મેન્યૂફેક્ચર્ર સાથે હાથ મળાવ્યો છે.


Microsoft Surface લેપટોપમાં મળશે AI ફીચર્સ:

Microsoft Surface લેપટોપમાં મળશે AI ફીચર્સ:

બ્રાન્ડે Dell, HP, Lenovo, Acer, ASUS અને Samsung સાથે ચિપમેકર Qualcomm, Intel અને AMD સાથે પાર્ટનરશિપ કરી છે. Copilot+PCને Qualcomm Snapdragon X સીરિઝના પ્રોસેસર સાથે આવશે. આ ડિવાઇસિસને 18 જૂનથી ખરીદી શકાશે. જેની કિંમત 999 ડોલર (લગભગ 80 હજાર રૂપિયા)થી શરૂ થશે. પહેલું ડિવાઇસ Microsoft તરફથી આવશે. કંપનીએ Surface લેપટોપ અને Surface Pro બંને ઈન્ટ્રોડયૂસ કર્યા છે. જએ Snapdragon X Elite અને Snapdragon X Pro સાથે આવશે Copilot+PCમાં ઘણા બધા AI ફીચર્સ મળશે, જેમાંથી એક Recall પણ છે. આ ફીચરની મદદથી યુઝર્સ નેચરલ લેંગ્વેજ પ્રોમ્પ્ટનો ઉપયોગ કરીને ફાઇલ્સ અને ડેટા શોધી શકે છે.


MacBook AIR M3થી ફાસ્ટ હશે Windows લેપટોપ

MacBook AIR M3થી ફાસ્ટ હશે Windows લેપટોપ

એ સિવાય Microsoft AI આસિસટેન્સ Copilotનું શાનદાર વર્ઝન મળશે, જે Opne AI GPT 4o પર બેઝ્ડ હશે. કંપનીનું કહેવું છે કે તેમણે લેટેસ્ટ Windows 11માં 40 કરતાં વધુ AI મોડલનો ઉપયોગ કર્યો છે. એ સિવાય Copilot+PCsમાં કંપનીને પરફોર્મન્સ પણ સારું કર્યું છે. કંપનીનો દાવો છે કે તેમનું લેપટોપ Apple MacBook Air M3ની તુલનામાં 58 ટકા ફાસ્ટ હશે. તેના પર 22 કલાકનો લોકલ વીડિયો પ્લેબેક કે 15 કલાકની વેબ બ્રાઉઝિંગ સિંગલ ચાર્જમાં મળશે. Copilot+ પર કામ કરવા માટે PCમાં 16GB RAM અને 256GB સ્ટોરેજ હોવું જોઈએ. તેની સાથે અતિરિક્ત NPU પણ હશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top