આશા પારેખને મળશે વર્ષ 2022નો દાદાસાહેબ ફાળકે એવોર્ડ, મંત્રી અનુરાગ ઠાકુરે કરી જાહેરાત

આશા પારેખને મળશે વર્ષ 2022નો દાદાસાહેબ ફાળકે એવોર્ડ, મંત્રી અનુરાગ ઠાકુરે કરી જાહેરાત

09/27/2022 Glamour

SidhiKhabar

SidhiKhabar

આશા પારેખને મળશે વર્ષ 2022નો દાદાસાહેબ ફાળકે એવોર્ડ, મંત્રી અનુરાગ ઠાકુરે કરી જાહેરાત

પીઢ અભિનેત્રી આશા પારેખને વર્ષ 2022માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. અભિનેત્રીના જન્મદિવસના થોડા દિવસો પહેલા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આની જાહેરાત કરી છે. આમ, આશા પારેખે અભિનયમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. પરંતુ 60 અને 70ના દાયકામાં આશા પારેખનું નામ તે સમયની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં લેવામાં આવતું હતું. પોતાના સમયમાં ફિલ્મી પડદા પર રાજ કરનાર આશા પારેખ સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી હતી. 1992માં તેમને સિનેમા ક્ષેત્રે યોગદાન બદલ ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.


આશા પારેખનો જન્મ 2 ઓક્ટોબર 1942ના રોજ ગુજરાતમાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. આશા પારેખે વર્ષ 1952 થી ફિલ્મ 'આસમાન' થી બાળ કલાકાર તરીકે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. અભિનેત્રી તરીકે આશા પારેખની પ્રથમ ફિલ્મ 'દિલ દેકે દેખો' હતી, જે ખૂબ સફળ રહી હતી. લગભગ 80 ફિલ્મોમાં અભિનેત્રી તરીકે કામ કરનાર આશા પારેખની તમામ ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવી હતી. જેમાં 'જબ પ્યાર કીસીસે હોતા હૈ', 'ઘરાના', 'ભરોસા', 'મેરે સનમ', 'તીસરી મંઝિલ', 'દો બદન', 'ઉપકાર', 'શિકાર', 'સાજન', 'આન મિલો સજના' મુખ્ય છે.


આશા પારેખે ક્યારેય લગ્ન કર્યા ન હતા પરંતુ તેમના અને નિર્દેશક નાસિર હુસૈનના અફેરની ઘણી ચર્ચા હતી. નાસિર હુસૈન આમિર ખાનના કાકા છે. નાસિર હુસૈન સાથે લગ્ન ન કરવાના મામલે આશા પારેખે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે નહોતી ઈચ્છતી કે નાસિર હુસૈન ક્યારેય તેના પરિવારથી અલગ થાય, જેના કારણે તેણે લગ્ન ન કર્યા. આશા પારેખની ઈમેજ એક એવી અભિનેત્રીની છે કે જેના સુધી પહોંચવું કે મળવું સહેલું નથી અને કદાચ એટલે જ કોઈએ ક્યારેય તેનો હાથ નથી માગ્યો.


આશાએ 1995માં ટેલિવિઝન સિરિયલોના દિગ્દર્શન અને નિર્માણ માટે અભિનયમાંથી નિવૃત્તિ લીધી હતી. પારેખને 2002માં ફિલ્મફેર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત, તેમને ઘણા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ્સ પણ મળ્યા: 2004માં કલાકાર એવોર્ડ; 2006માં આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ એકેડમી પુરસ્કારો; 2007માં પુણે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ; અને 2007માં ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડમાં નવમો વાર્ષિક બોલિવૂડ એવોર્ડ. એટલું જ નહીં, તેમને ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) તરફથી લિવિંગ લિજેન્ડ એવોર્ડ પણ મળ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top