મોહનજોદરોમાં ખોદકામ દરમિયાન મજૂરોને મળ્યો તાંબાના સિક્કાઓનો ખજાનો

મોહનજોદરોમાં ખોદકામ દરમિયાન મજૂરોને મળ્યો તાંબાના સિક્કાઓનો ખજાનો

11/18/2023 World

SidhiKhabar

SidhiKhabar

મોહનજોદરોમાં ખોદકામ દરમિયાન મજૂરોને મળ્યો તાંબાના સિક્કાઓનો ખજાનો

દુનિયાભરની સૌથી જૂની સભ્યતાઓમાં ગણાતી સિંધુ ઘાટી સભ્યતાનું વૈશ્વિક ધરોહર સ્થળ મોહનજો દરો (Mohenjo Daro)માં ખોદકામ દરમિયાન એક દીવાલમાંથી તાંબા (Ancient Copper Coins)ના સિક્કાઓથી ભરેલું વાસણ મળ્યું છે. એક સાઇટ સંરક્ષણ દરમિયાન મજૂરો એક દીવાલ પર કામ કરી રહ્યા હતા. સંરક્ષણ વિભાગના ડાયરેક્ટર સૈયદ શાકિર શાહ મુજબ દીવાલ પડી ગઈ હતી અને તેનું જ ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે મજૂરોની નજર એક વસ્તુ પર પડી. તેને કાઢવામાં આવ્યું તો તેમાં તાંબાના સિક્કા નીકળ્યા. ત્યારબાદ સંરક્ષણ વિભાગના અધિકારીઓને તેની જાણકારી આપવામાં આવી. 


મોટા રહસ્ય પરથી ઉઠી શકે છે પડદો

મોટા રહસ્ય પરથી ઉઠી શકે છે પડદો

તપાસ ટીમે આ સિક્કાઓને લેબ મોકલી દીધા છે. કહેવામાં આવે છે કે, લાંબા સમય બાદ મોહનજોદરોમાંથી કોઈ એવી વસ્તુ મળી છે જે કેટલાક મોટા રહસ્યો પરથી પડદો ઉઠાવી શકે છે. શાકિર શાહના જણાવ્યા મુજબ, આ સિક્કાઓ પર કોઈ ભાષામાં કંઈક અંકિત કરવામાં આવ્યું છે. પહેલા તો સિક્કાઓને કાઢવાનો જ મોટો પડકાર હતો. લાંબા સમયથી દબાયેલા હોવાના કારણે તે ક્ષતિગ્રસ્ત પણ થયા છે. તપાસ બાદ ખબર પડશે કે સિક્કા કયા જમાનાના છે અને તેમાં શું લખેલું છે.


મોહનજોદરોનો વારસો 500 વર્ષ જૂનો

શાકિર શાહે કહ્યું કે, આ સિક્કાઓથી ઘણી વાતો સામે આવી શકે છે, જેથી જૂની દુનિયા બાબતે ઘણી વાતો ખબર પડશે. મોહનજોદરો 500 વર્ષ જૂનો વારસો છે. આ જગ્યાથી મળેલા અવશેષ બતાવે છે કે અહી એક સમયે ખૂબ જ વિકસિત શહેર હશે. વર્ષ 1980માં મોહનજોદરોને વૈશ્વિક ધરોહર સ્થળમાં સામેલ કરવામાં આવ્યું હતુ. અહીથી મળેલા પુરાતત્વિક ખંડેર ત્રીજી સહસ્ત્રાબ્દી ઇ.સ. પૂર્વેની બતાવવામાં આવી રહી છે. અહી માટીની કાચી ઈંટો મળી આવી હતી. હડપ્પા અને મોહનજોદરો બંને સિંધુ ઘાટી સભ્યતાના મહત્ત્વપૂર્ણ શહેર છે.


સિંધુ સભ્યતાના ખોદકામ દરમિયાન મળેલી વસ્તુઓ પર શિવની આકૃતિ હતી

સિંધુ સભ્યતાના ખોદકામ દરમિયાન મળેલી વસ્તુઓ પર શિવની આકૃતિ હતી

સિંઘુ ઘાટી સભ્યતા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ભારતમાં ફેલાયેલી છે. મોહનજોદરો સિંધી ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે મદડાઓનો ટેકરી થાય છે. મોહનજોદરોથી એક નૃત્યાંગનાની મૂર્તિ મળી છે. અહી પ્રાપ્ત અવશેષોના હિસાબે કહેવામાં આવે છે કે અહી ભગવાન શિવની પૂજા થતી હતી. એ સિવાય સિંધુ સભ્યતાના ખોદકામમાં મ્હોર મળી હતી, જેમાં શિવની આકૃતિ બનેલી હતી. તો ઘણા જાણકારોનું કહેવું છે કે, જે મૂર્તિ મળી હતી કે દેવી પાર્વતીની મૂર્તિ હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top