Mutual Fundsને ક્યારે સ્વિચ કરવુ અને ક્યારે રિડીમ કરવું જોઇએ ? જાણો કયા પરિબળો પહોંચાડે છે અસર

Mutual Fundsને ક્યારે સ્વિચ કરવુ અને ક્યારે રિડીમ કરવું જોઇએ ? જાણો કયા પરિબળો પહોંચાડે છે અસર

10/03/2023 Business

SidhiKhabar

SidhiKhabar

Mutual Fundsને ક્યારે સ્વિચ કરવુ અને ક્યારે રિડીમ કરવું જોઇએ ? જાણો કયા પરિબળો પહોંચાડે છે અસર

Mutual Funds : આજના સમયમાં રોકાણ (Investment) કરવા માટે લોકો Mutual Fundsને ખૂબ જ સારો વિકલ્પ માને છે. જો તમે પણ Mutual Fundsમાં નાણાનું રોકાણ કર્યુ છે તો તમારે આ નાણાંને ક્યારે સ્વિચ કરવા અને ક્યારે તેને રિડીમ કરવા તે અંગે માહિતી મેળવી લેવી જોઇએ. તમારી યોગ્ય સમજ તમને ટેક્સ બચાવવામાં પણ મદદ કરી શકે છે.

મ્યુચ્યુઅલ ફંડ સ્વિચ કરવાનો અર્થ છે નાણાં એક સ્કીમમાંથી બીજી સ્કીમમાં ટ્રાન્સફર કરવા. આ સમગ્ર પ્રક્રિયામાં તમારું રોકાણ માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. તો બીજી તરફ રિડીમ એટલે સ્કીમમાંથી પૈસા ઉપાડવા. એટલે કે તમે રોકેલા નાણાંને ઉપાડીને તમે તેને ઉપયોગ એટલે કે ખર્ચ કરી શકો છો અથવા અન્ય જગ્યાએ રોકાણ કરી શકો છો.


Mutual Funds ક્યારે સ્વિચ કરવા ?

Mutual Funds ક્યારે સ્વિચ કરવા ?

મ્યુચ્યુઅલ ફંડ સ્વિચ કરવાનો અર્થ એ છે કે તમારા પૈસા એક ફંડમાંથી ઉપાડવામાં આવે છે અને બીજા ફંડમાં રોકાણ કરવામાં આવે છે. જો કે આ ભંડોળ એક જ ફેમિલીનું હોવું જોઈએ. આ માટે તમારે ત્રણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

પ્રથમ છે રોકાણની રણનીતિ- જો તમને લાગે કે એક જ ફેમિલીના અન્ય ફંડનું વળતર વધુ સારું છે, તો તમે સ્વિચ કરી શકો છો.

બીજું છે ટેક્સ પર ધ્યાન આપવુ- જો તમે તેને ટેક્સેબલ ખાતામાંથી સ્વિચ કરો છો, તો તમારે તેના પર કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડી શકે છે.

ત્રીજી વસ્તુ છે ફી અને ખર્ચ- તમારે રોકાણને સ્વિચ કરતા પહેલા તેના પર લેવામાં આવતી ફી અને થતા ખર્ચની ચકાસણી પહેલેથી જ કરી લેવી જોઇએ.


જો તમે રિડીમ કરવાનું વિચારી રહ્યા છો, તો પહેલા તમારે તમારું હોલ્ડિંગ વેચવું પડશે અને તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા પડશે. આ માટે સૌ પ્રથમ ફાયનાન્શિયલ ગોલ પર ધ્યાન આપો. જો તમારા નાણાકીય લક્ષ્યો બદલાઈ ગયા છે અને હવે તમે જૂના ફંડમાં રોકાણ કરવાનું ચાલુ રાખવા માગતા નથી તો રિડીમ કરવું વધુ સારું રહેશે.

બીજું તમારે તમારા રોકાણના પર્ફોમન્સ અને રિસ્ક પર ધ્યાન આપવું જોઈએ. જો તમારા રોકાણ પર રિસ્ક વધી રહ્યું છે અથવા તેના વળતરમાં ઘટાડો થઈ રહ્યો છે, તો પણ તમે તમારા પૈસા રિડીમ કરી શકો છો. જો તમે ટૂંકા ગાળા માટે રોકાણ કર્યું છે અને નજીકના ભવિષ્યમાં પૈસાની જરૂર છે, તો તમારા મ્યુચ્યુઅલ ફંડને રિડીમ કરવું વધુ સારું રહેશે. જેથી ફંડને રિડીમ કરવું અથવા સ્વિચ કરવું એ સંપૂર્ણપણે તમારા નિર્ણય પર આધારિત છે. તમારી જરૂરિયાત અને ક્ષમતા અનુસાર તમારે બેમાંથી એકની પસંદગી કરવી જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top