પાગલ કૂતરાના હુમલાથી અફરાતફરી, 26 લોકોને બચકા ભરીને કર્યા ઇજાગ્રસ્ત
ઉત્તર પ્રદેશના બાંદામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે એક રખડતાં પાગલ કૂતરાએ લોકોને બચકાં ભરવાનું શરૂ કર્યું. તેણે બ્લોક પરિસરથી લઈને વિસ્તાર સુધીમાં લગભગ 2 ડઝનથી વધુ લોકોને બચકાં ભરીને ઇજાગ્રસ્ત કરી દીધા. કૂતરાના કહેરથી બચવા માટે બજારમાં અફરાતફરી મચી ગઈ. લોકોએ કૂતરાને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ જંગલ તરફ ભાગી ગયો. કૂતરાએ જે લોકોને બચકાં ભરીને ઇજાગ્રસ્ત થયા હતા તેઓ હૉસ્પિટલ પહોંચ્યા અને તેમણે રેબીજના ઇન્જેક્શન લગાવ્યા. કેટલાક ઇજાગ્રસ્તોને ટાંકા પણ લગાવવામાં આવ્યા છે. ડૉક્ટરોએ તેમને નિયમિત સારવાર કરાવવાની સલાહ આપી છે. હાલમાં પાગલ કૂતરાના હુમલાથી સ્થાનિક લોકોમાં ભય છે.
આ ઘટના નરેની તાલુકાની છે. જ્યારે બ્લોક પરિસર પાસે એક પાગલ કૂતરાએ ખૂબ આતંક મચાવ્યો. 2 કલાકના સમયગાળામાં તેણે 26 લોકોને બચકાં ભરીને ઇજાગ્રસ્ત કરી દીધા. ત્યારબાદ કાલિંજર રોડ જંગલ તરફ ભાગી નીકળ્યો. સ્થાનિક લોકોએ કૂતરાને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે કોઈના હાથે ન આવ્યો. જે કોઈ પકડવા જતું તેને બચકું ભરીને ઇજાગ્રસ્ત કરી દેતો. ઘટના બાદ બધા ઇજાગ્રસ્તોને સ્વાસ્થ્ય કેન્દ્ર નરેનીમાં દાખલ કરાવવામાં આવ્યા. કૂતરાનો શિકાર થયેલા મોટા ભાગે એ લોકો બન્યા જે બજારનો સમાન લેવા પહોંચ્યા હતા. તેમાં 11 મહિલાઓ, 4 બાળકો અને 11 પુરુષ સામેલ છે.
કૂતરા દ્વારા બચકું ભરવાથી ઇજાગ્રસ્ત થયેલા લોકો હૉસ્પિટલ પહોંચ્યા, જ્યાં CHCના ડૉક્ટર લવલેશ પટેલ દ્વારા બધાને રેબીજના ઇન્જેક્શન લગાવ્યા. કેટલાકને ટાંક પણ લગાવવા પડ્યા. ડૉક્ટરોએ ઇજાગ્રસ્તોને નિયમિત સારવાર કરાવવાની સલાહ આપી છે. કૂતરાના આતંક બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. લોકોએ પ્રશાસનને કૂતરાને પકડવાની માગ કરી છે. સાથે જ પ્રશાસન પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp