ખંભાતની મુસ્લિમ યુવતીએ હિંદુ યુવક સાથે લગ્ન કર્યા, પરિવારના ડરથી પોલીસ પાસે સુરક્ષા માગી

ખંભાતની મુસ્લિમ યુવતીએ હિંદુ યુવક સાથે લગ્ન કર્યા, પરિવારના ડરથી પોલીસ પાસે સુરક્ષા માગી

06/23/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ખંભાતની મુસ્લિમ યુવતીએ હિંદુ યુવક સાથે લગ્ન કર્યા, પરિવારના ડરથી પોલીસ પાસે સુરક્ષા માગી

ખંભાત: રાજ્ય સરકારે લવ જેહાદ વિરૂદ્ધ કાયદો બનાવ્યા બાદ રાજ્યમાંથી આવા કેસ ચર્ચાનો વિષય બન્યા છે ત્યારે આણંદના ખંભાતમાં વિપરીત કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક મુસ્લિમ યુવતીએ હિંદુ યુવક સાથે લગ્ન કર્યા બાદ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી કરીને તેણે યુવક સાથે રાજીખુશીથી લગ્ન કર્યા હોઈ અને તેના પરિજનોથી તેને અને તેના પતિને જીવનું જોખમ હોઈ પોલીસ સુરક્ષા આપવા માટેની માગ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ખંભાતની જૂની મંડાઈ પાસે સૈયદવાડા ખાતે રહેતી ૨૦ વર્ષીય ફરમીનબાનુ મોહમ્મદ ફારુકાન સૈયદે ગત ૧૭ જૂનના રોજ પહેરેલ કપડે ઘર છોડી દીધા બાદ ૧૯ જૂનના રોજ ઉત્કર્ષ પુરાણી સાથે લગ્ન કરી લીધા હતા. તેણે અરજીમાં પોતે પોતાની મરજીથી લગ્ન કર્યા હોવા છતાં તેના પરિવારજનો દ્વારા તેમને લગ્ન મંજૂર ન હોઈ તેને અને તેના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે.

સોશિયલ મીડિયા ઉપર વિડીયો અપલોડ કર્યો

યુવતીએ અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે, તે બંને ભયભીત હોઈ હાલ ખંભાત છોડી અન્યત્ર આશરો લઇ રહ્યા છે. તેણે પોતાની મરજીથી યુવક સાથે પરણી છે અને હાલ ખુશ છે તેવો એક ૩૦ સેકન્ડનો વિડીયો પણ બનાવીને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યો હતો.

પિતા અને પરિજનોથી જોખમ

યુવતીએ અરજીમાં તેના પિતા અને પરિજનોને તેમના લગ્ન માન્ય ન હોઈ બંનેને છૂટા પાડવા માટે હિંસાનો સહારો લેવામાં આવી શકે તેવી સંભાવના પણ વ્યક્ત કરી છે. તેણે અરજીમાં પિતા મો. ફુરકાન સૈયદથી ભય હોવાનું તેમજ કૌટુંબિક મામા એઝાઝ સૈયદ, તાકિર સૈયદ અને માથાભારે શખ્સ ફિરોજ પઠાણ, સોહિલ, સદ્દામ સૈયદ ઉર્ફે મારુક, હમદાનઅલી સૈયદ, તૌસીફ સૈયદ અને જમશેદ જોરાવરખાન પઠાણનો ઉલ્લેખ કર્યો છે. તેમજ જો તેને તેમજ તેના પતિને કંઈ પણ થશે તો જવાબદારી આ તમામની હશે તેમ જણાવ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top