મોબાઈલમાં સિમ રાખવાનો નિયમ હવે બદલાયો, જો પાલન નહીં થાય તો બંધ થઇ જશે સિમ

મોબાઈલમાં સિમ રાખવાનો નિયમ હવે બદલાયો, જો પાલન નહીં થાય તો બંધ થઇ જશે સિમ

12/09/2021 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

મોબાઈલમાં સિમ રાખવાનો નિયમ હવે બદલાયો, જો પાલન નહીં થાય તો બંધ થઇ જશે સિમ

નવી દિલ્હી: ભારતીય ટેલિકોમ વિભાગે (Department of Telecom) બુધવારે એક નવો આદેશ જારી કર્યો છે. જે અનુસાર હવે વધુ સિમ રાખવાની છૂટ ખતમ કરી દેવામાં આવી છે. નવા નિયમ અનુસાર, જો કોઈ વ્યક્તિ પાસે નિયત સંખ્યા કરતા વધુ સંખ્યામાં સિમ હશે તો તેણે ફરજિયાત વેરીફિકેશન કરાવવું પડશે. તેમજ જો આ સિમ વેરીફાઈડ ન હોય તો તેને બંધ કરી દેવામાં આવશે. 

નવા આદેશ અનુસાર, હવે કોઈ વ્યક્તિ નવથી વધુ સિમ રાખી શકશે નહીં. જો તેથી વધુ સિમ હોય તો ફરજિયાત વેરીફિકેશન કરાવવું પડશે. જમ્મુ કાશ્મીર અને ઉત્તર-પૂર્વના રાજ્યો માટે સિમકાર્ડની મર્યાદા 6 સુધીની છે. જ્યારે બાકીના રાજ્યોમાં નવ સિમની મર્યાદા નક્કી કરવામાં આવી છે.


ગ્રાહકોને વિકલ્પ અપાશે

ટેલિકોમ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો ગ્રાહકો પાસે મંજૂરી કરતાં વધુ સિમ કાર્ડ જોવા મળે તો તેમને તેમની પસંદગીનું સિમ રાખવા અને બાકીનાને બંધ કરવાનો વિકલ્પ આપવામાં આવશે, પરંતુ તેની મર્યાદા 9 ની રહેશે.

ટેલિકોમ વિભાગે જણાવ્યું હતું કે વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ દરમિયાન જો કોઈ ગ્રાહક પાસે તમામ ટેલિકોમ કંપનીઓના સિમ કાર્ડ નિર્ધારિત સમય મર્યાદા કરતાં વધુના હોવાનું જાણવા મળે તો તમામ સિમનું ફરીથી વેરિફિકેશન કરવામાં આવશે. ટેલિકોમ વિભાગે ફાયનાન્શિયલ ફ્રોડ, છેતરપીંડીની ઘટનાઓ વગેરેને ધ્યાનમાં લઈને આ નિર્ણય કર્યો છે. 

DoT એ તમામ ટેલિકોમ ઓપરેટર્સને 9 થી વધુ સિમ કાર્ડ ધરાવતા વપરાશકર્તાઓને સૂચના મોકલવાનો આદેશ આપ્યો છે. આવા તમામ સિમ કાર્ડ પરના આઉટગોઇંગ કોલ 30 દિવસની અંદર જ્યારે ઇનકમિંગ કોલ 45 દિવસમાં બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે, મોબાઇલ સિમ વપરાશકર્તાઓ પાસે વધારાનું સિમ સરન્ડર કરવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ હશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top