હવે ગૂગલ મેપ પર પણ બદલાયું દેશનું નામ! સર્ચ કરવા પર તિરંગા સાથે દેખાઈ રહ્યું છે 'BHARAT'

હવે ગૂગલ મેપ પર પણ બદલાયું દેશનું નામ! સર્ચ કરવા પર તિરંગા સાથે દેખાઈ રહ્યું છે 'BHARAT'

10/30/2023 National

SidhiKhabar

SidhiKhabar

હવે ગૂગલ મેપ પર પણ બદલાયું દેશનું નામ! સર્ચ કરવા પર તિરંગા સાથે દેખાઈ રહ્યું છે 'BHARAT'

સરકારે તાજેતરમાં જ દેશનું નામ ઈન્ડિયાથી બદલીને ભારત કરી દેવાના અનેક સંકેત આપ્યા. આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. જોકે ભલે સત્તાવાર રીતે દેશનું અંગ્રેજી નામ INDIAથી ભારત ન કરાયું હોય પણ ગૂગલ મેપએ નવા નામને જરૂરથી સ્વીકારી લીધું છે.


ગૂગલ પર સર્ચ કરી જુઓ...

ગૂગલ પર સર્ચ કરી જુઓ...

ખરેખર તો તેનું કારણ એ છે કે જો તમે ગૂગલ મેપના સર્ચ બોક્સમાં Bharat ટાઈપ કરશો તો તમને દક્ષિણ એશિયામાં એક દેશ લખેલું એ પણ તિરંગા સાથે દેખાશે. એ વાતથી કોઈ ફેર પડતો નથી કે તમે તમારા ગૂગલ મેપની ભાષા હિન્દી કરી છે કે પછી અંગ્રેજી. ગૂગલ મેપએ ઈન્ડિયા અને ભારત બંનેને દક્ષિણ એશિયામાં એક દેશ તરીકે માન્યતા આપી દીધી છે.


ગૂગલે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું

ગૂગલે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું

જોકે અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે ફક્ત ગૂગલ મેપ જ નહીં પણ ટેક કંપનીના અન્ય પ્લેટફોર્મ પર પણ ભારત અને ઈન્ડિયા લખશો તો પરિણામ સમાન જ આવી રહ્યા છે. યૂઝર્સ જો ગૂગલ સર્ચ, ગૂગલ ટ્રાન્સલેટર, ગૂગલ ન્યૂઝ જેવા એપ્સ પર જઈને ભારત કે ઈન્ડિયા લખશે તો પણ સમાન પરિણામ મળશે. જોકે હજુ સુધી ગૂગલ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top