IPL 2025ની બચેલી મેચો માટે થયો મોટો બદલાવ, હવે 2 કલાકનો વધુ સમય જોડવામાં આવ્યો; જાણો શું છે મામ

IPL 2025ની બચેલી મેચો માટે થયો મોટો બદલાવ, હવે 2 કલાકનો વધુ સમય જોડવામાં આવ્યો; જાણો શું છે મામલો

05/21/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

IPL 2025ની બચેલી મેચો માટે થયો મોટો બદલાવ, હવે 2 કલાકનો વધુ સમય જોડવામાં આવ્યો; જાણો શું છે મામ

IPL 2025ના લીગ તબક્કાની બાકીની મેચો દરમિયાન વરસાદને કારણે રદ થવાની સ્થિતિમાં પૂરી 20 ઓવરની મેચ કરાવવાના પ્રયાસ હેઠળ IPLએ વધારાનો 120 મિનિટ (2 કલાક)નો સમય ઉમેરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી આ વધારાનો સમય માત્ર પ્લેઓફ મેચો માટે જ રાખવામાં આવતો હતો. જોકે, એક અઠવાડિયાની સ્થગિતતા બાદ ટૂર્નામેન્ટ ફરી શરૂ થવા અને દેશભરમાં ચોમાસાની શરૂઆતને જોતા IPLએ શક્ય તેટલા બધા વિકલ્પોનો ઉપયોગ કરીને મેચોનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે.


વરસાદને કારણે 3 મેચ રદ થઈ

વરસાદને કારણે 3 મેચ રદ થઈ

બાકીની 9 મેચોમાંથી 8 મેચ સાંજે રમાશે, જ્યારે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ 25 મેના રોજ બપોરે રમાશે. IPL મુજબ, સાંજની મેચોનો નિર્ધારિત સમાપ્તિ સમય રાત્રે 10:50 (IST) છે. જ્યારે બપોરની મેચ માટે, આ સમય સાંજે 6:50 (IST) વાગ્યાનો છે. હવે, નવા નિયમો મુજબ, જો 2 કલાકનો વધારાનો સમય ઉમેરવામાં આવે તો 20 ઓવરની સંપૂર્ણ મેચ રાત્રે 9:30 વાગ્યે અથવા બપોરે 5:30 વાગ્યે શરૂ થઈ શકે છે. અત્યાર સુધીમાં વરસાદને કારણે, IPL 2025માં 3 મેચ રદ કરવામાં આવી છે, જેમાં દરેક ટીમને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો છે.


બેંગ્લોરના હવામાન વિભાગે યલ્લો એલર્ટ જાહેર કર્યું

બેંગ્લોરના હવામાન વિભાગે યલ્લો એલર્ટ જાહેર કર્યું

હકીકતમાં, બેંગલુરુ હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે, જેમાં ગુરુવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખતા 23 મેના રોજ રમાનારી RCB અને SRHની મેચ હવે લખનૌમાં શિફ્ટ કરી દેવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top