2 દિવસ અગાઉ જ થયા હતા લગ્ન અને અમદાવાદ પ્લેન ક્રેશમાં ભગવાનને વ્હાલો થઈ ગયો પતિ, પરિવારમાં શોકન

2 દિવસ અગાઉ જ થયા હતા લગ્ન અને અમદાવાદ પ્લેન ક્રેશમાં ભગવાનને વ્હાલો થઈ ગયો પતિ, પરિવારમાં શોકનું મોજું

06/14/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

2 દિવસ અગાઉ જ થયા હતા લગ્ન અને અમદાવાદ પ્લેન ક્રેશમાં ભગવાનને વ્હાલો થઈ ગયો પતિ, પરિવારમાં શોકન

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં રહેતા મહેશ્વરી પરિવારના ઘરમાં 2 દિવસ અગાઉ સુધી લગ્નની ખુશીઓ હતી. પરિવારના પુત્ર ભાવિક મહેશ્વરીના લગ્ન 10 જૂને કોર્ટ મેરેજ દ્વારા સંપન્ન થયા હતા. પરંતુ હવે તે જ ઘરમાં શોકનો માહોલ છે. લગ્નના બે દિવસ બાદ જ વિમાન દુર્ઘટનામાં ભાવિકનું મોત થઈ ગયું.

ભાવિક મહેશ્વરી છેલ્લા ઘણા વર્ષોથી લંડનમાં કામ કરતો હતો. દર વર્ષે તે 15 દિવસ માટે પોતાના પરિવારને મળવા વડોદરા આવતો હતો. આ વખતે પણ જ્યારે તે આવ્યો ત્યારે પરિવારના સભ્યોએ કહ્યું કે આ વખતે લગ્ન કર્યા બાદ જ પાછો જજે. ભાવિકની સગાઈ થઈ ચૂકી હતી. પરિવારની સહમતિથી 10 જૂને કોર્ટમાં લગ્ન કરી દીધા હતા.


2 દિવસમાં જ લગ્નની ખુશી શોકમાં પરિણમી

2 દિવસમાં જ લગ્નની ખુશી શોકમાં પરિણમી

લગ્ન બાદ તેની નવપરિણીત પત્નીએ તેને હસતા હસતા વિદાય આપી. કોઈએ વિચાર્યું પણ નહોતી કે આ તેની વિદાય છેલ્લી હશે. ફ્લાઇટમાં ચઢ્યાના થોડા કલાકો બાદ, સમાચાર આવ્યા કે અમદાવાદ ઉડાણ ભર્યા બાદ એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ છે. ભાવિક તે જ વિમાનમાં મુસાફરી કરી રહ્યો હતો. આ સમાચારથી મહેશ્વરી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો. તેના પિતા હજુ પણ પોતાના પુત્રના મોતને સ્વીકારવા તૈયાર નથી. પરિવારના સભ્યોની આંખોમાંથી આંસુ બંધ થતા નથી. 2 દિવસ અગાઉ જ્યાં લગ્નની મીઠાઈઓ વહેંચવામાં આવી હતી, ત્યાં આજે માતમ છે.


વિમાન દુર્ઘટનામાં 265 લોકોએ જીવ ગુમાવ્યો

વિમાન દુર્ઘટનામાં 265 લોકોએ જીવ ગુમાવ્યો

અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ અકસ્માતમાં માત્ર વિમાન જ નહીં પરંતુ ઘણા પરિવારોના સપના, ભવિષ્ય અને ઇચ્છાઓ પણ તબાહ થઈ ગયા. આ અકસ્માતમાં 265 લોકોએ જીવ ગુમાવ્યો, પરંતુ તેમની સાથે જોડાયેલા અન્ય લોકોના જીવનમાં ભૂકંપ આવી ગયો. કોઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો, કોઈએ પોતાની માતા, પિતા, પતિ તો કોઈએ પોતાની પુત્રી ગુમાવી. આ અકસ્માતને કારણે, કેટલાક લોકોનો ઇંતજાર ક્યારેય પૂરો નહીં થાય. કારણ કે જેઓ પાછા ફરવાના હતા, તેઓ હવે ક્યારેય પાછા નહીં ફરે. એવા ઘણા લોકો આ અકસ્માતનો ભોગ પણ બન્યા જેઓ પોતાના સપના પૂરા કરવા માટે પહેલીવાર આ વિમાનમાં બેઠા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top