LSG સામે મેચ અગાઉ SRHને લાગ્યો મોટો ઝટકો, કોરોના પોઝિટિવ થયો આ સ્ટાર ખેલાડી
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સાથે મેચ છે. પરંતુ આ અગાઉ હૈદરાબાદને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે તેના સ્ટાર ઓપનર ટ્રેવિસ હેડ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને આ કારણે તે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામેની મહત્ત્વપૂર્ણ મેચમાં ભાગ નહીં લઈ શકે. SRHના હેડ કોચ ડેનિયલ વિટોરીએ પુષ્ટિ કરી છે કે, હેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તે ટીમ સાથે મુસાફરી કરી શક્યો નથી.
વિટોરીએ કહ્યું કે, ‘હેડ કોવિડ-19 થઈ ગયો હતો અને કમનસીબે તે મુસાફરી કરી શક્યો નથી. અમને આશા છે કે તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે અને આગામી મેચ માટે ટીમમાં સામેલ થશે.
SRH પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે અને હવે બાકીની મેચોમાં સન્માન માટે લડી રહી છે. તો, LSG પાસે હજુ પણ પ્લેઓફમાં પહોંચવાની તક છે, જો તે તેની બાકીની 3 મેચ જીતીને 16 પોઈન્ટ સુધી પહોંચે તો. ટ્રેવિસ હેડની ગેરહાજરી SRH માટે મોટું નુકસાન હશે કારણ કે તે ટોચના ક્રમમાં મુખ્ય બેટ્સમેન છે અને તેની આક્રમક બેટિંગ શૈલી ટીમને મજબૂત શરૂઆત આપવામાં સહાયક થઈ છે.
IPLના ઇતિહાસમાં અત્યાર સુધીમાં હૈદરાબાદ અને લખનૌ વચ્ચે 5 મેચ રમાઈ છે. તેમાંથી એક મેચ હૈદરાબાદ અને બાકીની 4 મેચ લખનૌએ જીતી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp